SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રાંક-૬૪૨ ૩૭ તા. ૧૫-૩-૧૯૯૧, પત્રાંક – ૬૪૨ થી ૬૪૪ પ્રવચન નં. ૨૯૦ .. છતાં કેમ લોકો ભૂલે છે ? જ્ઞાની પુરુષો આ વાત પોકારી-પોકારીને કહે છે. છતાં લોકો કેમ ભૂલે છે ? એ વિષયને કેમ અનુસરતા નથી ? બીજે રસ્તે કેમ જાય છે ? પ્રશ્ન ઊઠાવે છે. આશ્ચર્યવાળી વાત છે કે આવી વાત જ્ઞાનીઓ પ્રસિદ્ધ કરી ગયા છતાં લોકો કેમ ભૂલે છે ? એ રીતે એમાં પુરુષની સમીપ જવાથી આત્મપ્રાપ્તિ સુલભ થાય છે એ સિદ્ધાંત મૂક્યો છે. અને એટલો સપુરુષનો અહીંયાં મહિમા છે કે જેની સમીપ જવાથી અપૂર્વ એવા આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. મુમુક્ષુ :- ... પૂજ્ય ભાઈશ્રી :- ઓળખે તો થાય. તો જ એટલી નજીકતા આવી શકે. તો એનું હૃદય પકડી શકે, એનો અભિપ્રાય પકડી શકે. એ કયા માર્ગે જાય છે એ માર્ગ પકડી શકે અને પોતે એ માર્ગને અનુકૂળ થાય. એવા જીવને આત્મપ્રાપ્તિ સુલભ છે એમ ન કહ્યું, “સાવ સુલભ છે....” એમ કહ્યું. એને તો “આત્મપ્રાપ્તિ સાવ સુલભ છે. એટલે ખરેખર જે પુરુષના અંતેવાસી થઈને રહ્યા કે રહે છે એ જીવ તો તરી ગયા. એને ઓળખીને જે સર્વાર્પણબુદ્ધિએ એટલી સમીપમાં જાય છે કે એક હૃદય થઈ જાય. એને આત્મપ્રાપ્તિ સાવ સુલભ છે એવું જ્ઞાની પુરુષોએ પોકારી પોકારીને કહ્યું છે. મુમુક્ષુ:- . પૂજ્ય ભાઈશ્રી :- . ક્ષેત્રથી તો નજીક રહેવાનું એ પોતે પણ .... જ્યારે ભાવમાં સમીપ જવું એ તો પાત્રતા માગે છે. પાત્રતા વગર એટલી સમીપતા ભાવમાં આવતી નથી. અને જ્ઞાની પુરુષનો નિશ્ચય થાય એને એવો જ પ્રકાર ભજે. જેને જ્ઞાની પુરુષનો નિશ્ચય થાય એને એવો જ પ્રકાર છે. જેટલું બહુમાન આવે, એટલી જ ભાવે સમીપતા એને હોય. જ્ઞાનીપુરુષના જે આત્માના હિતવિષયક વચનો છે એ વચનો ઉપર
SR No.007188
Book TitleRaj Hriday Part 13
Original Sutra AuthorN/A
Author
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2014
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy