SearchBrowseAboutContactDonate
Page Preview
Page 458
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૯ પત્રાંક-૬૮૭. Heading બાંધીને પદ ટાંક્યા છે. એ “બનારસીદાસજીના બંને પદ છે. પાનું-૬૦૩, પત્રાંક ૭૭૯. પ૭૯, ૬૭૯ બે વંચાણા. આ ૭૭૯ આવ્યો. આ આંકડા સાથે કોઈ પત્રો જ સારા આવ્યા છે. એમાં અનુભવઉત્સાહદશાનું આપણે જાગૃતદશાનો વિષય થોડો ચાલી ગયો. હવે અનુભવઉત્સાહદશાનો આ વિષય છે. જૈસો નિરભેદરૂપ, નિહી અતીત હતી, તૈસો નિરભેદ અબ, ભેદકી ન ગહૈગો ! દીસ કર્મરહિત સહિત સુખ સમાધાન, પાયી નિથાન ફિર બાહરિ ન બહંગો; કબહું કદાપિ અપની સુભાવ ત્યાગિ કરિ, રાગ રસ ચચિકે ન પરવસ્તુ ગહૈગી; અમલાન જ્ઞાન વિદ્યમાન પરગટ ભયી, યાતિ ભાંતિ આગમ અનંતકાલ રહેગી. આ અનુભવઉત્સાહદશા એટલા માટે એમને લખી છે કે એમના છેલ્લા દિવસો છે. અને એ છેલ્લા દિવસોમાં અનુભવને એ પ્રાપ્ત થયા છે. ૧૭-૧૮ દિવસ પહેલા. હવે એ દશાના ઉત્સાહમાં આવવા માટેના પદ લખે છે. જુઓ ! પ્રસંગોચિત્ત બધો પત્રવ્યવહાર કરેલો છે. જ્યારે જે પ્રસંગ પડ્યો એવો. એમને એમ અદ્ધરથી વાત ઠપકારે રાખે એવું નથી. એને ત્યાં શું જરૂર છે ? અત્યારે એને શેની જરૂર છે? મગના પાણીની જરૂર હોય તો મગનું પાણી આપો અને મૈસુબની જરૂર હોય તો મૈસુબ આપો. પણ મગનું પાણી પચાવે એવી માંડ માંડ સ્થિતિ હોય એને મૈસુબ ખવડાવે નહિ. ખવડાવે તો) મરી જાય, બીજું કાંઈ ન થાય. બહુ સરસ પદ છે ! પહેલા અભેદતાની વાત છે. જેવો પહેલા નિશ્ચયથી અભેદ હતો. અતીત એટલે ભૂતકાળમાં. તેવો જ અભેદ અત્યારે છે. હવે ભવિષ્યમાં ભેદને ગ્રહણ કરશે નહિ. “ભેદકી ન ગઢંગો ” ભવિષ્યમાં ભેદને નહિ ગ્રહણ કરે. “દીસે કર્મરહિત...' પોતાનો આત્મા કર્મથી અબદ્ધસ્પષ્ટ છે. “દીસ કર્મરહિત સહિત સુખ.” સુખથી સહિત છે એટલે સમાધાન આવી ગયું છે. કર્મરહિત હું છું, ઉદયરહિત હું છું. આ મૃત્યુનો ઉદય પણ મને નથી. અરે. આ ભવ જ નથી ને. અનંત કાળના અનંત ભવ મને હતા નહિ. મેં માની લીધી હતી કે મારા ભવ છે. અને આ ભવ પણ મને છે નહિ. હું તો ભવરહિત પદાર્થ છું. એવું સમાધાન જેને સુખસહિત વર્તે છે. પાયો નિજસ્થાન....” હવે પોતાના અંતરમાં પોતાનું સ્થાન પામ્યો છે. “ફિર
SR No.007188
Book TitleRaj Hriday Part 13
Original Sutra AuthorN/A
Author
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2014
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy