SearchBrowseAboutContactDonate
Page Preview
Page 457
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૮ રાજહૃદય ભાગ-૧૩. પૂજ્ય ભાઈશ્રી :- હા, અંદરમાં પડેલાને અનુભાગરસ ઘટી જાય. વર્તમાન પુરુષાર્થને લઈને ઉદયમાન કર્મ તો નિર્જરી જાય પણ સંચિત કર્મના અનુભાગ અને સ્થિતિ ઘટી જાય છે. સાથે સાથે એ બને છે. એ પ્રકાર છે એ પણ ઉદયની અંદર જોવા મળે છે. એવી વિલક્ષણતાનો પ્રકાર પણ ઉદયની અંદર જોવા મળે છે. એટલે એ જોવાની દૃષ્ટિ હોય તો એ પણ એક એવું લક્ષણ છે કે જે સામાન્ય સંસારીજીવોથી ઉદયમાં જુદું પડી જાય એવું લક્ષણ છે. એ સિવાય અનુભવરસ હોવાને લીધે અનુભવનો વિષય જ્યારે જ્યારે તત્ત્વનું પ્રતિપાદન કરવાના કાળમાં આવે ત્યારે, બધા જ્ઞાનીઓને તત્ત્વનું પ્રતિપાદન કરવાનો યોગ હોય એવું બનતું નથી, ન પણ હોય. એવા અનેક જ્ઞાનીઓ થઈ ગયા કે જેને જગતે જાણ્યા નહિ, જગતે ઓળખ્યા નહિ. એ તો પોતાનું કરીને સિદ્ધાલય સુધી પહોંચી ગયા. એ નુકસાન ગયું એ એમને તો કાંઈ ગયું નથી. ગયું છે જેને લાભ ન મળ્યો એને નુકસાન ગયું એમ વિચારી શકાય. પણ જે કોઈ જ્ઞાનીને તત્ત્વ પ્રતિપાદનનો યોગ હોય તો એમના અનુભવસંબંધીનો ઉત્સાહ જેને અનુભવરસ કહે છે, એ અનુભવ ઉત્સાહદશા દેખાયા વિના રહે નહિ જેને જે પરમહિતનું કાર્ય હોય એ કાર્ય કરવાનો ઉંમગ અને ઉત્સાહ કેવો હોય ? એ પડખાંથી વિચારીએ તો. એને એ ઉત્સાહ કોઈ જુદી જ જાતનો આવે છે. જેમ પોતાના ઘરે પ્રસંગ હોય, ઇષ્ટ પ્રસંગ હોય તો માણસને એનો રસ એવો જ આવે છે ને ? એકનો એક દીકરો હોય, સારામાં સારા ઘરેથી કન્યા આવવાની હોય, સારામાં સારા વેવાઈ મળ્યા હોય, સારામાં સારી કન્યા મળી હોય, સારામાં સારા સગાવ્હાલા આવવાના હોય. સારામાં સારું દેખાય એવા ખર્ચા કરી શકે એવી પોતાની પરિસ્થિતિ હોય, પછી કેવો રસ પડે? કે એ રસમાં કાંઈ ઓછપ રહે નહિ. આખે આખો ડૂબી જાય એવો રસ પડે. એ તો એક પ્રાસંગિક છે. આ તો અનંત કાળનો પ્રસંગ છે. અનંત કાળનું પરમપિત થવાનો પ્રસંગ છે, એ અનુભવ છે અને એ અનુભવની ઉત્સાહિત દશા દૃષ્ટાંતથી જો વિચારવી હોય તો એ બનારસીદાસજી'ના કેટલાક પદમાંથી મળે છે. અનુભવ ઉત્સાહદશા. અને એ અનુભવ ઉત્સાહદશા એમણે લખી છે સોભાગભાઈને ૩૦માં વર્ષમાં. એટલા માટે લખી છે કે એ અનુભવને પ્રાપ્ત થઈ ગયા હતા. અને પછી એમને એ ઉત્સાહ રહે એટલા માટે એ પદ એમણે ટાંકયા છે. આગળ જે એમના પત્રો છે. સ્વભાવજાગૃતદશા અને અનુભવઉત્સાહદશા એવું
SR No.007188
Book TitleRaj Hriday Part 13
Original Sutra AuthorN/A
Author
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2014
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy