SearchBrowseAboutContactDonate
Page Preview
Page 406
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રાંક-૬૮૦ ૩૮૭ કાંથી થાય ?” ભૂતકાળમાં જે મહાવી૨’ થયા એનું સ્વરૂપ એ કયાંથી જાણવાના હતા ? સ્વરૂપ જાણે તો સ્વરૂપનું દર્શન થાય ને ? જે પ્રગટ મહાવી૨’ છે એને ઓળખતા નથી. જે વિદ્યમાન છે, પ્રગટ છે, સામે છે એને ઓળખતા નથી અને જે ચાલ્યા ગયા છે એને શોધે છે. કે મહાવીર' કેવા હશે ? આપણા મહાવીર’ કેવા થયા હશે ? કેવા આપણા મહાવીર' હશે ? પણ ક્યાંથી તને પત્તો લાગવાનો હતો ? એ બહુ સારી વાત લીધી છે. = મુમુક્ષુ :– પાયધુની રોડ ૫૨... મહાવીર જયંતીને દિવસે વરઘોડો નીકળેલો, ત્યારે નાચતા હતા બધા. ત્યારે એ જોઈને પૂજ્ય ભાઈશ્રી :- અચ્છા, એમ છે. લ્યો ઠીક ! મુંબઈ’ની અંદરથી પત્ર લખ્યો છે ને ? એટલે મહાવીર જ્યંતીમાં ત્યાં જૈનોની મોટી રથયાત્રા નીકળી હશે એની અંદર બધા ગાજા-વાજા બધું નાચકૂદ થાતી હશે. મહાવીર-મહાવી૨. જ્ય મહાવીર, બોલો મહાવીર, બોલો મહાવીર, મહાવીર ભગવાનનો જ્ય, ફલાણું જ્ય, મહાવી૨ શાસનનો જ્ય. પણ શું મહાવી૨ ? કયા મહાવીરને ગોતે છે ? મહાવી૨ તો અહીંયાં બેઠા છે. કરુણાબુદ્ધિ આવી છે ને ! બહુ સરસ આશય કહ્યો છે. પત્ર-૫૦૪માં જુઓ ! પાનું-૪૦૬. પત્ર-૫૦૪. ૨૭મું વર્ષ. આ૫ણે કાલે ચાલી ગયું ને ? એની નીચેનો Paragraph. બીજો Paragraph. ‘કોઈ પ્રગટ કારણને અવલંબી, વિચારી, પરોક્ષ ચાલ્યા આવતા સર્વજ્ઞ પુરુષને માત્ર સમ્યગ્દષ્ટિપણે પણ ઓળખાય તો તેનું મહત્ ફળ છે; અને તેમ ન હોય તો સર્વજ્ઞને સર્વજ્ઞ કહેવાનું કંઈ આત્મા સંબંધી ફળ નથી એમ અનુભવમાં આવે છે.’ આ પત્ર ૧૯૫૦ના વૈશાખમાં લખ્યો છે. કોઈ પ્રગટ કારણને અવલંબી....' એટલે પ્રગટ સમ્યગ્દષ્ટિને ઓળખીને, અવલંબીને, સત્પુરુષને જાણીને, વિચારીને. એના ઉપરથી પોક્ષ ચાલ્યા આવતા સર્વજ્ઞ પુરુષને...' ભલે એની સર્વજ્ઞતા ન ઓળખાય. પણ એનું સમ્યક્ત્વ ઓળખાય. સમ્યગ્દષ્ટિપણે એની જે ઓળખાણ થાય એનું બહુ મોટું ફળ છે. એનું ફળ નિર્વાણપદ છે. અને જો એમ ન થાય એટલે કે પ્રગટ સત્પુરુષને ન ઓળખાય, તો ભલે મહાવી૨’ ભગવાન સર્વજ્ઞ હતા અને ‘આદિનાથ’ ભગવાન સર્વજ્ઞ હતા, ચોવીસ તીર્થંકર સર્વજ્ઞ હતા એ સર્વજ્ઞને સર્વજ્ઞ કહેવાનું કાંઈ આત્માસંબંધી ફળ નથી. એમ અમારા અનુભવમાં આવે છે. હવે બીજી વાત કરે છે કે પ્રત્યક્ષ સર્વજ્ઞ પુરુષને પણ... હવે માનો કે કોઈ સર્વજ્ઞ પ્રત્યક્ષ હોય ત્યારે પણ ‘કોઈ કારણે....' પછી બધાને લાગુ પડશે. ‘કોઈ
SR No.007188
Book TitleRaj Hriday Part 13
Original Sutra AuthorN/A
Author
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2014
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy