SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રક-૬૭૯ ૩૫૭ ભવિષ્યની અને વર્તમાનની નક્કી ન થઈ હોય અને એ જીવી શકે ખરો ? એ વિચારી જ ન શકે. એકદમ ધા૨ણા બહા૨નો અને કલ્પના બહારનો વિષય લાગે છે. અને આટલા બધા બુદ્ધિશાળી ! આ બુદ્ધિશાળી ન કહેવાય મોટા બુદ્ધિના બાદશાહો કહેવાય. Intellectual giants ! આવી બુદ્ધિ તો કોઈ સમજી ન શકાય એવી તો આ લોકોની બુદ્ધિ છે. એ પછી શાસ્ત્રો લઈને બધી જે શોધખોળ કરે છે એ આપણા શાસ્ત્રો ઉ૫૨થી ઘણી શોધખોળ કરે છે. જો તે ઉપયોગ એક સમયવર્તી અને શુદ્ધ હોય...' એક સમય વર્તે એવો હોય અને શુદ્ધ હોય, પાછો નિર્મળ હોય. તો તેને વિષે સાક્ષાત્પણે સમયનું જ્ઞાન થાય;...' શાનની શુદ્ધતા અને સૂક્ષ્મતા બંને લીધી. તે ઉપયોગનું એક સમયવર્તીપણું કષાયાદિના અભાવે થાય છે,...' શુદ્ધ એટલે શું ? જ્ઞાનનું શુદ્ધપણું એટલે શું ? કે જે આત્માની પર્યાયમાં કષાયનો અભાવ થાય એનું જ્ઞાન શુદ્ધ કહીએ. કષાયથી રંજિત થયેલું, રંગાયેલું જ્ઞાન હોય તે અશુદ્ધ જ્ઞાન છે. મુમુક્ષુ :– કેવળજ્ઞાન લીધું ને ? - પૂજ્ય ભાઈશ્રી :– હા, કેવળજ્ઞાન લીધું. એક સમય કેવળજ્ઞાન સિવાય ન પકડાય. તે ઉપયોગનું એક સમયવર્તીપણું કષાયાદિના અભાવે થાય છે, કેમકે કષાયાદિ યોગે ઉપયોગ મૂઢતાદિ ધારણ કરે છે...' જુઓ ! આ નિયમ લઈ આવ્યા. સરવાળે એક સમય ઉપરથી વાત કર્યાં લાવ્યા ? કે જીવના પિરણામમાં જે કષાય થાય છે તે એના જ્ઞાનને સૂંઢાવી દે છે. એના જ્ઞાનને આવરણ આવે છે, એના જ્ઞાનમાં સૂંઢતા આવી જાય છે. જેટલો કષાય તીવ્ર અથવા કષાયરસ તીવ્ર એટલું જ્ઞાન અવશ્ય અવશ્ય મૂંઢાઈ જ જવાનું, મૂંઢાયા વગર રહેશે નહિ. એમાં કોઈ ફેરફાર કરી શકે એવું નથી. કેમકે એ વસ્તુનું વિજ્ઞાન છે, વસ્તુસ્થિતિ છે. મુમુક્ષુ – ... પૂજ્ય ભાઈશ્રી :- હા. કષાયમાં તો પછી કોઈપણ કષાય હોય તોપણ શાન બીડાય જ. એકત્વબુદ્ધિનો સર્વથી વધારે ખરાબ કષાય છે. પછી બાકીના જે ત્રણ કષાય રહ્યા એમાં પણ જ્ઞાનને તો આવરણ જ કરે છે. કષાયનું કાર્ય જ જ્ઞાનને આવ૨ણ ક૨વાનું છે. મુમુક્ષુ :– કષાય એટલે અહીં તો એકત્વબુદ્ધિ જ ને ? ક્રોધ કરે ને એ બધું...? પૂજ્ય ભાઈશ્રી :– એ બધા કષાય જ ગણાય. પણ એકત્વબુદ્ધિથી (થાય) એને
SR No.007188
Book TitleRaj Hriday Part 13
Original Sutra AuthorN/A
Author
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2014
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy