SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૬ રાજહૃદય ભાગ-૧૩ કેવળજ્ઞાનના વિષય છે (એ અન્યમતમાં ક્યાંય નથી આવ્યા. જેમકે વેદાંત થોડી કર્મની વાત કરે છે કે, ભાઈ ! જેવું કર્મ બાંધે એવું ભોગવે. અથવા જેવું કર્મ કરે એને ઈશ્વર (એવું ફળ આપે). ઈશ્વરકર્તાવાળા હોય તો એને એવું ફળ એના કર્મ પ્રમાણે પછી ઈશ્વર આપે. એથી વધારે કર્મની વ્યાખ્યા નથી. જ્યારે જૈનદર્શનમાં કર્મના કાયદાના ગ્રંથોના ગ્રંથો ભરેલા છે. એટલા બધા છે કે સામાન્ય માણસની બુદ્ધિ ઓછી પડી જાય. સામાન્ય માણસની નહિ, ગણિતાનુયોગ છે, ગણિતની અંદર Expert હોય એની બુદ્ધિ ઓછી પડે છે. એમ કહેવાય છે કે પ્રથમ જર્મન વૈજ્ઞાનિકો હિન્દુસ્તાનમાં આવ્યા. આ હિટલર પહેલાની વાત છે. અને એ લોકોએ જ્યારે કરણાનુયોગના શાસ્ત્રો જોયા અને એ લોકોએ કીધું કે આમાં તો કાંઈ સમજણ જ પડતી નથી કે આ લોકો શું ગણિતમાં કહેવા માંગે છે. કેમકે એમાં જે બધા ઘનાગુલ, પ્રતિષાંગુલ એ બધા શબ્દો છે એ તો હજી અત્યારે પણ આપણને ખબર નથી. કરણાનુયોગના જે શબ્દો વપરાય છે ઘનાંગુલ ને એવા બધા અનેક જાતના, એ શબ્દો તો આજે પણ હજી પ્રચલિત નથી. કેમકે કરણાનુયોગનો આપણે ત્યાં અભ્યાસ નથી. એ કહે, આ ગણિત જ સમજાતું નથી. ત્યારે કોઈએ એમ કહ્યું કે આ ગણિતથી પણ પાર એ લોકોનું પાછું ગણિત છે. Beyond mathematics જેને કહેવાય. જેમાં સંખ્યા પૂરી થયા પછી અસંખ્યાતના ભેદો આવે. અસંખ્યાતના ભેદો પૂરા થયા પછી અનંતના ભેદો આવે. જેનદર્શનમાં એવો ગણિત બહારનો ઘણો વિષય છે. તો કહે, આવું ભેજું કોનું હશે કહે? આવું મગજ કોનું હશે આટલું બધું? તો કહે આવું મગજ અહીંના દિગંબર મુનિઓનું હોય છે. તો કહે, દિગંબર મુનિઓ ! તો કહે હા. એ લોકો નિર્વસ્ત્ર રહે. એને વસ્ત્રના સગવડની જરૂર નહિ. અમારે ત્યાં તો Scientist હોય એને બધી સગવડ આપીએ. એને Air condition થી માંડીને ઠંડી હોય તો એને Heater આપીએ, ગરમી હોય તો Air condition આપીએ, એને ગાડી આપીએ, એને આ આપીએ, એને બધા જેટલા Allowances જોતા હોય એટલા આપીએ, જો એ Reaserch સારામાં સારું કરી શકતો હોય તો. તો કહે અમારા જે Research કરનારા છે એને કોઈ સગવડ વગર જ Research કરતા હતા. એ કોઈની સગવડ લે નહિ, કોઈની વ્યવસ્થા સ્વીકારે નહિ. એ લોકોને વાત બુદ્ધિમાં જ બેસતી નહોતી. આપણે ન સમજી શકીએ એવી બધી વાતો છે. આવી વાતો આપણે ન સમજી શકીએ. માણસને કપડા વગર ચાલે ખરું ? એને કોઈ ખાવા-પીવાની કોઈ વ્યવસ્થા,
SR No.007188
Book TitleRaj Hriday Part 13
Original Sutra AuthorN/A
Author
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2014
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy