________________
ઉOO
રાજહૃદય ભાગ-૧૩
તા. ૨૦-૪-૧૯૯૧, પત્રાંક – ૬૭૯
પ્રવચન નં. ૩૦૪
શ્રીગુરુના ચરણને નમસ્કાર કર્યો છે. “સોભાગભાઈને વિશેષણ આત્મનિષ્ઠથી કર્યું છે. જેની નિષ્ઠા આત્મામાં છે, જેની શ્રદ્ધા આત્મામાં છે અને આત્મનિષ્ઠ કહેવામાં આવે છે. શ્રદ્ધાને પ્રાપ્ત ન હોય તોપણ શ્રદ્ધાને પ્રાપ્ત થવા યોગ્ય જાણીને (એ વિશેષણ વાપર્યું છે). ૨૯મું વર્ષ છે ને ? ૩૮માં વર્ષે એક વર્ષ પછી એ દશાને એ પ્રાપ્ત થશે.
શ્રી સાયલા. ફાગણ વદ ૬ના કાગળમાં લખેલા પ્રશ્નોનું સમાધાન આ કાગળમાં સંક્ષેપથી લખ્યું છે, તે વિચારશો.” પ્રશ્નો નથી લખ્યા. ફાગણ વદ ૬નો પત્ર છે. એનો ઉલ્લેખ કર્યો છે કે હવે પછી તમારા પત્રોનો ઉત્તર આપશું. પછી આ પત્ર લખ્યો છે. એમનો પત્ર ફાગણ વદ ૯નો. “સોભાગભાઈનો પત્ર ફાગણ વદ ૬નો છે. પોતે ઉત્તર આપ્યો છે ફાગણ વદ ૯મે. થોડા દિવસમાં બનશે તો કેટલાક પ્રશ્નોનું સમાધાન લખીશું. પંદર દિવસ પછી ચૈત્ર સુદ ૧૧ એ પ્રશ્નોનું સમાધાન લખેલું છે. એક, બે, ત્રણ, ચાર, પાંચ એમ કરીને પાંચ પ્રશ્નોનું સમાધાન આપ્યું છે.
મુમુક્ષુ :- બહુ મોટો પત્ર છે.
પૂજ્ય ભાઈશ્રી :- હા, મોટો પત્ર છે. અને વિસ્તારથી જરા ઉત્તર આપ્યો છે. પાંચ પ્રશ્ન હશે એટલે પોતે પણ પહેલો, બીજો, ત્રીજો એમ કરીને આંકડા બાંધ્યા છે.
એમાં પહેલી વાત છે કે નિરાવરણજ્ઞાન કોને કહેવું ? નિરાવરણજ્ઞાનનો વિષય કુંવરજીભાઈ, ભાવનગરના પત્રમાં લીધું છે કે જ્યાં સુધી પોતાને અપૂર્વ નિરાવરણપણું ન થાય ત્યાં સુધી અપૂર્વ નિરાવરણપણું પોતાની દશામાં દેખાતું નથી માટે ગમે તેટલું સમજ્યા હોય તોપણ તે સમજણનું માત્ર અભિમાન છે, એમ પોતાના જીવને સમજાવવો અથવા અભિમાન કરતા વારવો. અપૂર્વ નિરાવરણપણું નથી થયું તો પછી આ સમજણ તેને સમજણ શું કહેવી ? એ જ્ઞાનને જ્ઞાન શું કહેવું ? એમ. એ નિરાવરણજ્ઞાન કોને કહેવા યોગ્ય છે એ વિષય ઉપર પહેલો પ્રશ્ન