________________
૨૫૬
રાજહૃદય ભાગ-૧૩
તા. ૧૭-૪-૧૯૯૧, પત્રાંક – ૬૭૪ થી ૬૭૭.
પ્રવચન નં. ૩૦૨
શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત, ૬૭૪મો પત્ર ચાલે છે. “સોભાગભાઈનો એક પ્રશ્ન છે કે જેમ માણસ બીજા માણસને-મનુષ્યને ઓળખી શકે છે તેમ જ્ઞાનીને કેમ નહિ ઓળખી શકતા હોય ? જાણવું તો જાણવું સરખું છે. છતાં એમ કેમ બને છે? ૪૯૪ પાને પહેલા Paragraphથી.
મનુષ્યાદિને જગતવાસી જીવી જાણે છે, તે દૈહિક સ્વરૂપથી તથા દૈહિક ચેષ્ટાથી જાણે છે. એકબીજાની મુદ્રામાં તથા આકારમાં, ઇંદ્રિયોમાં જે ભેદ છે, તે ચક્ષુ આદિ ઇન્દ્રિયોથી જગતવાસી જીવ જાણી શકે છે....” મનુષ્ય અને તિર્યંચની મુદ્રામાં ફેર છે, આકારમાં ફેર છે, ઇન્દ્રિયોમાં અવયોમાં ફેર છે તે આંખ વડે “ચક્ષુ આદિ ઇંદ્રિયોથી. એટલે આંખ વડે જગતવાસી જીવ જાણી શકે છે; કેમકે તે તેના અનુભવનો વિષય છે;” અને જોવાનો એવો મહાવરો છે કે આ માણસ છે, આ પશુ, પક્ષી છે વગેરે.
પણ જ્ઞાનદશા અથવા વીતરાગદશા છે તે મુખ્યપણે દૈહિક સ્વરૂપ તથા દૈહિક ચેષ્ટાનો વિષય નથી, શું કહેવું છે ? કે જે જ્ઞાનીને ઓળખવા, ફલાણાના રાગ-દ્વેષ ગયા છે, મૂળ તો એ પ્રશ્ન છે કે જ્ઞાની પુરુષને રાગદ્વેષ ગયા છે, અભાવ થયો છે એવા જ્ઞાની છે એમ કેમ ખબર પડતી નથી ? એવી કેમ ખબર પડતી નથી ?
(ઉત્તરરૂપે) કહે છે, જ્ઞાનદશા છે અથવા જે વીતરાગદશા છે તે મુખ્યપણે દૈહિક સ્વરૂપ તથા દૈહિક ચેષ્ટાનો વિષય નથી,...” એ શરીરનું સ્વરૂપ નથી. તે શરીરનું સ્વરૂપ નથી, શરીરની કોઈ પ્રક્રિયાનો એ વિષય નથી કે શરીરની ક્રિયા દ્વારા એ જણાય. “અંતરાત્મગુણ છે,” તો શું છે ? આત્માનો અંતરમાંથી ઉત્પન્ન થયેલો સ્વભાવ છે અથવા ગુણ છે. જ્ઞાનદશા, વીતરાગદશા એ તો આત્માના સ્વરૂપમાંથી, અંતર સ્વરૂપમાંથી ઉત્પન્ન થયેલો સ્વભાવ અથવા ગુણદશા છે. એ અંતરાત્મગુણ છે. ચક્ષુઇન્દ્રિયનો વિષય નથી. આત્માનો એ ગુણ છે. “અને