SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૫ પત્રાંક-૬૬૪ પ્રવર્તાવવામાં આવે તો અનંત તીર્થકરોની આજ્ઞાનું ઉલ્લંઘન થાય એમ એ માનતા હતા. મુમુક્ષુ - એ લખ્યું છે, ઘણું કરીને... પૂજ્ય ભાઈશ્રી – હા. છે ને. ૮૩૭માં ચોખું છે, ચોખ્યું છે. કાઢો પત્રાંક) ૮૩૭. મુમુક્ષુ – ક્યારેક સમ્યગ્દષ્ટિ... પૂજ્ય ભાઈશ્રી - એ તો શું છે કે માર્ગના જ્ઞાતા છે એટલે બતાવી શકે છે, કહી શકે છે પણ ઉપદેશમાર્ગ પ્રવર્તાવવો એ બીજી વાત છે, ઉપદેશક થવું એ બીજી વાત છે એમ કહે છે. ઉપદેશક ન થવું. એ તો બહુ Balance રાખીને લખે છે. પાનું-૬ ૨૩. પહેલી લીટી છે. ચોથાથી નીચેના ગુણસ્થાનકે તો માર્ગનું ઉપદેશકપણું ઘટે જ નહીં. એટલે મુમુક્ષ અને વિદ્વાનોને તો ઉપદેશકપણું હોય શકે જ નહિ. કેમકે એ તો ચોથેથી નીચે પહેલા ગુણસ્થાને છે. કેમકે ત્યાં માર્ગની, આત્માની....” ખબર નથી, પ્રતીતિ નથી, “તત્ત્વની પ્રતીતિ નથી, “જ્ઞાનીની ઓળખાણ પ્રતીતિ નથી, તેમ જ સમ્યગુ વિરતિ નથી;...” વિરતિ કદાચ હોય, કોઈએ ત્યાગ લઈ લીધો હોય ... તોપણ સમ્યફ વિરતી નથી. “અને એ ઓળખાણ પ્રતીતિ અને સમ્ય વિરતિ નહીં છતાં તેની પ્રરૂપણા કરવી,” શેની પ્રરૂપણા કરવી ? જે પોતાને નથી એની પ્રરૂપણા કરવી. એની ભાવના કરવી બીજી વાત છે, પ્રરૂપણા કરવી એ બીજી વાત છે. આપણે ભાવના કરવા બેઠા છીએ, પ્રરૂપણા કરવા નહીં. એમ ધ્યાનમાં રહેવું જોઈએ. આ વિચારો ઉપરથી ઘણો વિચાર ચાલ્યો છે. હમણા બહાર હતા. આપણે ત્યાં જે સ્વાધ્યાયનો આખો ઢાંચો છે એ બદલવાની જરૂર છે. .. એ છે કે એક વક્તા થાય અને બીજા બધા શ્રોતા થઈને સાંભળે. પછી શું થાય ? કે વક્તાને એમ થઈ જાય કે હું તો ઉપદેશક છું અને આ બધા મારા ઉપદેશ સાંભળનારા છે. એમાંથી આ મોટી ગડબડ ઊભી થઈ જાય, મોટી વિપરિતતા થઈ જાય. એના બદલે એક માર્ગે જવા માટે નીકળેલા આત્માઓ સાથે બેસીને તત્ત્વવિચાર કરે, પરસ્પર વિચારોનું આદાન-પ્રદાન કરે અને એ રીતે સત્સંગની ભાવનાથી મળે અને સત્સંગ કરે. ઉપદેશક થઈને ઉપદેશ ન કરે. એવી કોઈ પદ્ધતિ ફેરવવી જોઈએ. એવો વિચાર આવ્યો. એટલે હમણા કયાંક ક્યાંક કહું છું. “મુંબઈ ગયો હતો. ત્યાં વાત થઈ કે ભાઈ ! અમારે ત્યાં વાંચનકાર નથી. હમણાં શું થયું કે
SR No.007188
Book TitleRaj Hriday Part 13
Original Sutra AuthorN/A
Author
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2014
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy