SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રક-૬૬૪ ૧૬૭ વળી જિનવાણીમાં વ્યવહારનો ઉપદેશ શુદ્ઘનયનો હસ્તાવલંબ (સહાયક) જાણી બહુ કર્યો છે;...' જિનવાણીમાં જો Volume તપાસવામાં આવે, કદ તપાસવામાં આવે તો વ્યવહારનયના વિષયનો વિસ્તાર ઘણો છે. નિશ્ચયનયમાં વિસ્તાર થઈ શકવાની બહુ જગ્યા નથી. અને વ્યવહારનયમાં તો અનેક ન્યાયો, અનેક ભંગભેદો છે. એટલે એનો ઉપદેશ શુદ્ધનયનો હસ્તાવલંબ...’ એ શુદ્ઘનયને હસ્તાવલંબ એટલે પ્રથમ પગથિયે કામમાં આવે છે એમ જાણીને હાથને ટેકો મળે, શુદ્ઘનયને ટેકો મળે. હસ્તાવલંબ એટલે ટેકો આપવો. શુદ્ઘનયના ટેકારૂપે વાત કરી છે. વ્યવહારનયની વાત કેવી રીતે કરી છે ? કે શુદ્ઘનયને ટેકો મળે એવી રીતે કરી છે. વ્યવહારનયની વાત વ્યવહાર ખાતર નથી કરી. શુદ્ઘનયને ગ્રહણ કરવા ખાતર કરી છે. એવો ટેકો મળતા શુદ્ઘનય સુધી પહોંચી જાય. પણ એનું ફળ સંસાર જ છે.’ આના ઉ૫૨ ‘ગુરુદેવ’ બહુ પ્રસન્ન હતા. શુદ્ઘનયને ટેકો આપનાર. કોણ ? શુદ્ઘનયને ટેકો આપનાર એક કોરથી કહે છે, વળી એનું ફળ સંસાર બતાવે છે. આ વાત ગજબ કરી છે. શુદ્ધનયને ટેકો આપનાર છે એમ સમજીને જે વ્યવહારાભાસી વ્યવહાર પ્રીયતાવાળા છે એ તો ચોંટી પડે છે, વળગી પડે છે કે જુઓ ! શુદ્ધનયને પણ ટેકો મળે છે. આ વ્યવહાર કેવો છે ? શુદ્ધનયને ટેકો આપનાર છે. જુઓ ! આ શુદ્ઘનયનો ટેકેદાર છે. એને તમારે ધક્કો ન મારવો. ત્યારે એ તરત જ ધક્કો મારે. પણ એનું ફળ સંસાર જ છે.’ એનું ફળ મોક્ષ નથી. એ ‘ગુરુદેવ’ને બહુ પસંદ પડ્યું હતું કે એનું ફળ સંસાર છે. સીધું કહી દીધું. જિનવાણીમાં જેનું પ્રતિપાદન છે એનું ફળ સંસાર છે. એવી ચોખવટ મૂકી છે. ભારે ચોખવટ કરી છે, કહે. જીવોને શુદ્ધનયનો પક્ષ તો કદી આવ્યો નથી અને એનો ઉપદેશ પણ વિરલ છે—ક્યાંક ક્યાંક છે. તેથી ઉપકારી શ્રી ગુરુએ શુદ્ધનયના ગ્રહણનું ફળ મોક્ષ જાણીને એનો ઉપદેશ પ્રધાનતાથી (મુખ્યતાથી) દીધો છે.' એ વ્યવહારનયનું ફળ સંસાર છે એ વાત ટીકામાં નથી એ વાત જયચંદ્રજી'એ ૧૧મી ગાથાના ભાવાર્થમાંથી કાઢેલી છે. એવી જ વાત એમણે ૭મી ગાથાની ટીકામાં કરી છે. આ શુદ્ધ આત્માને કર્મબંધના નિમિત્તથી અશુદ્ધપણું આવે છે એ વાત તો દૂર જ રહો, પણ તેને દર્શન, જ્ઞાન, ચારિત્રના પણ ભેદ નથી; કારણ કે વસ્તુ અનંતધર્મરૂપ એક ધર્મી છે. પરંતુ વ્યવહારી જન ધર્મોને જ સમજે છે, ધર્મીને નથી જાણતા; તેથી વસ્તુના કોઈ
SR No.007188
Book TitleRaj Hriday Part 13
Original Sutra AuthorN/A
Author
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2014
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy