SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રાંક-૬૫૩ ૧૧૧ છે. તે દિ’ તો એ જમાનામાં ૧૦૦ વર્ષ, ૯૫ વર્ષ પહેલા એવું કદાચ બહુ નહિ હોય. તોપણ સામાજિક ચર્ચા ચાલે. આનું આમ છે... આનું આમ છે... ફલાણાનું આમ છે. ઢીકણાનું આમ છે. એવી રીતે. કહે છે કે, આત્માની રુચિવાળા જીવો હોય અને આત્મસ્વરૂપની ચર્ચા ચાલતી હોય અને જે ચર્ચાને લઈને આત્માના હિતનો હેતુ સરે. આત્મહિતનો હેતુ સરે એવો કોઈ સંગ હોય તો એ સંગ કરવો. નીચેની ભૂમિકામાં તો જીવ લગભગ સંગ વગરનો રહેતો નથી. કોઈને કોઈ જીવોના સંગમાં આવે જ છે. પણ કોનો સંગ કરવો ? ‘આત્મહેતુભૂત એવા સંગ વિના સર્વ સંગ મુમુક્ષુ જીવે સંક્ષેપ કરવા ઘટે છે.' છોડી દેવો, ઓછો કરી નાખવો. ખાસ કરીને કુટુંબ અને કુટુંબ પરિવારના જે સગા-સંબંધીઓ છે એની અંદર આ જીવ વધારેમાં વધારે સમય વ્યતીત કરે છે. એક તો પોતાના કુટુંબ સાથે અને એક કુટુંબના જે સગા-સંબંધીઓ છે અથવા પોતાના જે મિત્રો જે કાંઈ હોય એની અંદર જીવ વધુમાં વધુ સમય વ્યતીત કરે છે. એ સંક્ષેપ કરી નાખવો. એ પ્રકારની રુચિ મટાડી દેવી. મળવા-હળવાની રુચિ ઘટાડી દેવી. સંગ વધારવા માટે તો માણસો મંડળો કરે છે, Club કરે છે, Society ઓ બનાવે છે. છેવટે કાંઈ નહિ તો એમ કહે કે આપણે બધાએ અમુક દિવસે એક ઘરે ભેગા થવું. ત્યાં પછી ખાણી-પીણીની મજા કરવી. આ બધા ગોઠવણો કરે છે ને ? કેમકે જીવને સંગની રુચિ ઘણી છે. અસત્સંગની રુચિ જીવને ઘણી છે. એ એને અસંગ તત્ત્વ બાજુ જવા માટેનો મોટો પ્રતિબંધ છે. એટલે કહે છે કે, ‘આત્મહેતુભૂત એવા સંગ વિના સર્વ સંગ...' એ સિવાય બધો સર્વસંગ. મુમુક્ષુ જીવે સંક્ષેપ કરવા ઘટે છે. કેમકે તે વિના પરમાર્થ આવિર્ભૂત થવો કઠણ છે,...’ એવી જે ૫૨સંગની રુચિ છે, અસત્સંગનો જે રસ છે એ ૫૨માર્થ એટલે આત્મકલ્યાણને ઉત્પન્ન નહિ થવા દે. આત્મકલ્યાણથી દૂર લઈ જશે. અકલ્યાણ કરાવશે. કલ્યાણ બાજુ જવા નહિ દે. ૫રમાર્થ એમાંથી આવિર્ભૂત થવો ઘણો કઠણ પડશે, પરમાર્થ બાજુ વળવું ઘણું આકરું પડશે. અને તે કારણે આ વ્યવહાર, દ્રવ્યસંયમરૂપ સાધુત્વ શ્રી જિને ઉપદેશ્યું છે.’ એટલે ત્યાગનો ઉપદેશ છે. ગુણસ્થાન આવ્યા પહેલા પણ ત્યાગ કરવાનું જે કહ્યું છે એની પાછળ આ હેતુ છે કે જીવને સંગ ઓછો થઈ જાય. સંસારીજીવોનો સંગ ઘટી જાય. એટલા માટે દ્રવ્યસંયમ પણ જે ઉપદેશ્યો છે એ એ હેતુથી ઉપદેશ્યો છે, એ
SR No.007188
Book TitleRaj Hriday Part 13
Original Sutra AuthorN/A
Author
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2014
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy