SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ રાજહૃદય ભાગ-૧૩ છે એ હારી જાય છે અને મમતા જોર કરી જાય છે તો પોતાના ન્યૂનપણાની ખામીને જોવી, પોતાની ન્યૂનતાને દેખવી અને બને એટલો સંગ-પ્રસંગ અન્ય જીવો સાથેનો ઓછો કરવો, સંક્ષેપ કરવો. એ ત્યાગી છે તોપણ સંગ ઘટાડવાની વાત કરી છે. એવી પરિસ્થિતિ સંપ્રદાયમાં ઊભી થઈ જાય છે. ૬૫૩ મો પત્ર પણ ‘લલ્લુજી’ ઉ૫૨નો જ છે. મુમુક્ષુ ઃ પૂજ્ય ભાઈશ્રી :– હા. આમ તો શું છે જે સમય બરબાદ કરે છે એ અસત્સંગમાં જ બરબાદ કરે છે. આત્મહેતુભૂત સંગ નથી એ બધો સંગ અસત્સંગ છે. અને એ સત્સંગની અંદર જીવને રુચિ છે, બુદ્ધિ છે. પોતે સંગ કરવા માટે ૨સ લે છે એ જીવને પોતાના અસંગ તત્ત્વ પ્રતિ વળવા દેતું નથી. એવા જે પરિણામ પોતાના અસંગ તત્ત્વ બાજુ એને જતાં રોકે છે, પ્રતિબંધક થાય છે. પત્રાંક-૬૫૩ મુંબઈ, કાર્તિક સુદ ૧૩, ગુરુ, ૧૯૫૨ બે પત્ર મળ્યાં છે. આત્મહેતુભૂત એવા સંગ વિના સર્વ સંગ મુમુક્ષુ જીવે સંક્ષેપ કરવા ઘટે છે. કેમકે તે વિના પરમાર્થ આવિર્ભૂત થવો કઠણ છે, અને તે કારણે આ વ્યવહાર, દ્રવ્યસંયમરૂપ સાધુત્વ શ્રી જિને ઉપદેશ્યું છે. એ જ વિનંતિ. સહજાત્મસ્વરૂપ ૬૫૩મો. એ પણ ‘લલ્લુજી’ ઉપરનો પત્ર છે. દસ દિવસમાં બીજા બે પત્ર એમને મળ્યા છે. એ પત્ર મળ્યાં છે. આત્મહેતુભૂત એવા સંગ વિના સર્વ સંગ મુમુક્ષુ જીવે સંક્ષેપ કરવા ઘટે છે.’ આ સંગ, પ્રસંગ ઘટાડવો એમ કહ્યું ને ? સંક્ષેપ ક૨વામાં. એમાં શું કહેવું છે ? પાછું એમાંથી પૂછ્યું હશે કે, સંગ, પ્રસંગ ઘટાડવાનું કહો છો. પણ અમારી પાસે તો જે આવે છે એ તો ધર્મબુદ્ધિએ આવે છે. સાધુમહારાજ પાસે તો ધર્મબુદ્ધિએ આવે. અત્યારની વાત જુદી છે. અત્યારે તો અનેક કા૨ણોથી માણસ જાય છે. સંસારના પ્રયોજનથી પણ સાધુને મળે છે. પોતાના પ્રયોજનની અને મુશ્કેલીઓની વાત કરે છે. એની પાસેથી એનો ઉપાય પણ માગે
SR No.007188
Book TitleRaj Hriday Part 13
Original Sutra AuthorN/A
Author
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2014
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy