________________
O
ચજહૃદય ભાગ-૧૨ બનાવતા શીખે ત્યારે જ એને આવડે. Practice કરે ત્યારે જ આવડે. એવી લૌકિક સામાન્ય કાર્યની કળા જેને કહેવામાં આવે છે.
બીજું દાંત તો એ છે. સાયકલ ચલાવે છે કે નહિ? સાયકલ એકેય બાજુ નમે નહિ તો જ ચાલે. નમી જાય તો પડી જાય. આગળ ન ચાલે. તો કહે Balance રાખવું. એકેય બાજુ નમવાનદેવી. વ્યાખ્યા તો સારી છે. પણ કેવી રીતે ચલાવવી ?કે જેવી રીતે એકેય બાજુ ન નમે એવી રીતે. પણ કેવી રીતે ન નમે ? તો કહે એ ઉપર બેસીને નક્કી કરવાનું છે. એ ક્યારે સમજાય ? પોતે ફેરવવાનું શીખે ત્યારે સમજાય. એનું કોઈ Tutionલેવાથી ન સમજાય એ વિષય શીખવા બેસે તો ન સમજાય, પુસ્તક વાંચે તો ન સમજાય. કેમકે ભાષાની મર્યાદા પૂરી થાય છે. આ તો સ્થળ પુદગલના કાર્યો છે એમાં પણ ભાષાની મર્યાદા જ છે. તો અરૂપી એવું આત્મદ્રવ્ય કે જેને વાણીની અને એને કાંઈ લેવા-દેવા નથી. વાણી તો વિજાતીય દ્રવ્ય છે. ચૈતન્યદ્રવ્યથી એ જડ, પરમાણુનું વિજાતીય દ્રવ્ય છે. એ સંબંધીની સમજણ
અહીંયાં તો નિર્વિકલ્પ ઉપયોગનો લક્ષ કીધો છે. નિર્વિકલ્પ ઉપયોગનું સ્વરૂપ કેવું હોય એ લક્ષમાં ક્યારે આવે ? જ્ઞાનમાં એ ક્યારે સમજાય? વાત તો, વ્યાખ્યા તો કરી કે વિકલ્પ નહિ તે નિર્વિકલ્પ. પણ ખરેખર એનો ભાવ ક્યારે ભાસે? કે સ્વસમ્મુખતાનો પુરુષાર્થ કરે, સ્વસમ્મુખ થઈને સ્થિર થવાનો પ્રયત્ન-અભ્યાસ કરે, ત્યારે નિર્વિકલ્પના અને સ્થિરતા શું અને વિકલ્પતા અને અસ્થિરતા શું એનો ભાવ ભાસે. ત્યાં સુધી એ પરિચય કર્યા વિના એનો લક્ષ એટલે જ્ઞાન થાય એવું નથી અથવા ભાવ ભાસે એવું નથી. લક્ષનો બીજો અર્થ અહીં ભાવ ભાસે એને લક્ષ કહીએ.
સુધારસ, સત્સમાગમ, સન્શાસ્ત્ર, સદ્દવિચાર અને વૈરાગ્ય-ઉપશમ એ સૌ તે સ્થિરતાના હેતુ છે. વ્યવહાર વ્યવહાર કારણો. તે તે એટલે અહીંયાં વ્યવહાર કારણો છે. સુધારસ એટલે પૂર્વભૂમિકા, જેમાં સ્વસમ્મુખતાનો પુરુષાર્થ શરૂ કરવામાં આવે છે એને વ્યવહારે કારણ કહેવામાં આવે છે. કેમકે પૂર્વપર્યાય છે ને ? માટે એને વ્યવહારકારણ કહેવામાં આવે છે. એ સુધારસ. સત્સમાગમ તો પ્રત્યક્ષપણે બાહ્ય નિમિત્ત છે. સાસ્ત્ર પણ પ્રત્યક્ષપણે બાહ્ય કારણ છે. સદ્દવિચાર એ પણ એની પૂર્વ પર્યાય છે. અને વૈરાગ્ય-ઉપશમ એ પણ બીજા બીજા ગુણોની આનુસંગિક પર્યાય છે. એવી પર્યાય એને પૂર્વભૂમિકામાં સાથે સાથે હોવી જોઈએ. તો એ સ્થિરતા થવાનું કારણ બને.
વૈરાગ્ય-ઉપશમન હોય તોપણ સ્થિરતાન થાય. આ જીવને સદ્વિચારન ઊગ્યો