________________
પત્રક-૫૮૩
ક્યાં વયા ગયા છે ! જ્ઞાની સ્વભાવમાં ઊંડા ઊંડા... ઊંડા કયાં ઉતરી ગયા છે એ બહારવાળાને અંદરની શું ખબર પડે? એને એમ કે આ ભાણાંમાં ચીજ ખૂટી. શાક ખૂટી ગયું છે. તો શાક આપું? એમ પૂછે. ઘરેથી શું પૂછે? શાક આપું? આમનું કાંઈ ધ્યાન ન હોય. બીજી વાર પૂછે, ત્રીજી વાર પૂછે. પણ ક્યાં ધ્યાન છે? ત્રણ વાર તો પૂછ્યું. શાક જોઈએ છે કે નથી જોઈતું? ઠીક-ઠીક, ત્યારે દઈ દયો.....કાં નથી જોઈતું. પણ એ બહાર નીકળવું પડે. એ ક્યાંને ક્યાંયથી પાછું આવવું પડે. ગયા હોય ક્યાંય અને ક્યાંયને ક્યાંયથી પાછું આવવું પડે એમ છે.
એવા બધા કાર્યોને વિષે જેવા જોઈએ તેવા ભાનથી પ્રવર્તાતું નથી. અને તે પ્રસંગો રહ્યા...” છે. ઉદયમાન પ્રસંગો રહ્યા હોવાથી આત્મપરિણતિને સ્વતંત્ર પ્રગટપણે અનુસરવામાં વિપત્તિ આવ્યા કરે છે. આત્મપરિણતિની આ બધી અમારી વિપત્તિ છે. ખાવું પડે છે, પીવું પડે છે, બોલવું પડે છે, સૂવું પડે છે.
કાલે વાત થઈ હતી ને? “બહેનશ્રી કહેતા કે આ તમારા ખાવાના પડઘમ વાગ્યા. એ... Time થઈ ગયો ચાલો ખાવા, એય.!Time થઈ ગયો. સવારને સાંજ. સવાર ને સાંજબે વખત. બપોરે અને સાંજે. તો કહે, બસ ! આ પડઘમ વગાડો છો. પડઘમ એટલે કાનમાં અણગમતા નાદને પડઘમ કહે છે. ઢમ ઢીમ... ઢીમ ઢીમ... વાગ્યા જ કરતા હોય તો માણસને શું લાગે કે આ હવે બંધ થાય તો સારું.
અને તે પ્રસંગો રહ્યા હોવાથી આત્મપરિણતિને સ્વતંત્ર પ્રગટપણે અનુસરવામાં.... સ્વતંત્રપણે આત્માને અનુસરીને અંતર્મુખ રહેવું છે એવી જે સ્વતંત્રા એમાં વચ્ચે આ બધા વિબો-વિપત્તિ આવ્યા કરે છે. અને તે વિષેનું ક્ષણે ક્ષણે દુઃખ રહ્યા કરે છે. કે જે કરવું છે એ બાજુથી વચ્ચે વિક્ષેપ થયા કરે છે. તેનું પોતાને દુઃખ થાય છે. કેવી દશા લખી છે ! ૨૮મા વર્ષે. આ તો “સોભાગભાઈ જેવા પાત્ર છે એટલે વાતને ખોલી છે. “સોભાગભાઈ જેવા પાત્ર છે એટલે ખોલી છે, એનો અર્થ શું થાય? કે એવા પાત્ર ન હોત તો અત્યારે આ ચીજન મળત. એ સીધી વાત છે. એટલે પાત્ર જીવોની હયાતી બીજાને ઉપકારી થાય છે. જ્ઞાનીની વિદ્યમાનતા બીજાને ઉપકારી થાય છે એ તો કહેવાની કે સમજાવવાની જરૂર પણ રહેતી નથી, પણ જ્ઞાનીની સમીપમાં કોઈ વિશેષ પાત્રજીવ હોય તો પણ બીજા સમાજને, વર્તમાન સમાજને અને ભવિષ્યના સમાજને ઉપકારી થાય છે. આ ભવિષ્યના સમાજને જ કામની ચીજ છેને.
મુમુક્ષુ :- “ગુરુદેવના શ્રીમુખે આટલું સ્પષ્ટીકરણ થયું. એ બહેનશ્રીના હિસાબે ?