________________
૪૦
રાજહૃદય ભાગ-૧૨
Lobyમાં જેને સૂવડાવ્યો છે એના ઉપર ધ્યાન જાય તો કહે, આપણો પુણ્યનો ઉદય છે. જુઓ ! એને જગ્યા ન મળી, આપણને મળી ગઈ. થોડી લાગવગ હતી ને ? લાગવગ નહિ, એ જાતનો પુણ્યનો ઉદય હતો. પણ એ જ માણસ જ્યારે Special room વાળાની સામે જોવે ત્યારે એમ થઈ જાય કે આપણે પાપનો ઉદય છે. જુઓ ! એને કેવી સગવડ મળે છે. Doctor પણ Special ત્યાં ઝાજી વાર રોકાય. કઈ બાજુનો ઉદય છે ? ક્યાંથી જોવું છે એના ઉપર આધાર છે. આવા બધા પ્રકારો હોય છે. આમાં કંઈક જાતના પ્રકાર છે. એ એમ બતાવે છે કે પોતે જેવા પરિણામ કર્યા છે એવું ફળ આવે છે. સીધી વાત આ છે.
મુમુક્ષુ :– ભૂતકાળમાં ધર્મનો .. સહન પણ કર્યું છે ને ધર્મનો વિરોધ પણ કર્યો છે.
પૂજ્ય ભાઈશ્રી :– વિરોધ પણ કર્યો છે. ઓઘસંજ્ઞાએ વિરોધ પણ કર્યો છે અને ઓઘસંજ્ઞાએ ધર્મ પણ કર્યો છે. કેટલાક ધર્મના પ્રસંગો પણ મળે છે. કેટલાક ધર્મના પ્રસંગોમાં પોતાની ઇચ્છા હોય તોપણ કાંઈકને કાંઈક અંતરાય હોય છે. એ પ્રકાર બને
છે.
મુમુક્ષુ :– અત્યારે સત્પુરુષના ગુણગ્રામ પણ કરે અને સત્પુરુષની વાત પણ ન
=
માને.
પૂજ્ય ભાઈશ્રી :– હા. બેય કરે. દર્શન કરવા જાય, વંદન કરે. વળી કયાંક એમ કહે, એમ ન હોય. એ કહે છે એમ ન હોય. મને તો આમ લાગે છે. એમ પણ કરે. ઠેકાણું કયાં છે ? જીવના પરિણામનું કોઈ ઠેકાણું નથી. એવું બધું છે, બાળક જેવું છે. એકને એક રમકડાની ઘડીક હા પાડે છે, વળી પાછો ઘા કરીને ફેંકે. જે રમકડા માટે કજિયો કર્યો હોય એ પાછો રમતા રમતા ઘા કરે. પણ પહેલા તો કયિો કરીને આ રમકડું માગ્યું હતું. તો કહે, ના હવે નથી જોઈતું. કાંઈ ઠેકાણું નથી. જીવના પરિણામનું કોઈ ઠેકાણું નથી. કેમકે એને વિવેક જાગ્યો નથી. ધર્મનું મૂળ જે વિવેક એ વિવેકમાં આવ્યો નથી. વિવેકની ભૂમિકામાં નથી આવ્યો, ધર્મની ભૂમિકામાં તો આવી શકે નહિ. મૂળ વાત તો વિવેકની છે. જીવની યોગ્યતા અને સામે પ્રંસગ, એના ઉ૫૨ એનો ન્યાય તોળવો પડે.
મુમુક્ષુ :– જ્યાં કાંઈ અપમાન થતું હોય તો એમ વિચારવું જોઈએ કે આ મારો પૂર્વકૃત અપરાધ છે. તો એમાં શાંતિ રહી જાય. વર્તમાનમાં એવી રીતે લેવું જોઈએ ?
=
પૂજ્ય ભાઈશ્રી :– હા. એ બરાબર છે. કોઈ અપમાન કરે તો સમજી જવું (કે) ઉદય મારો છે. મેં પણ કોઈનું અપમાન કર્યું છે એટલે અત્યારે મારું અપમાન થાય છે. મેં કોઈનું અપમાન ખરેખર કર્યું છે એના ફળ અત્યારે ઉદયમાં આવ્યા છે. કોઈ અપમાન