________________
પત્રાંક-૫૮૨
૩૭
મુમુક્ષુ ઃ– પોતાનો દોષ જોવે છે.
પૂજ્ય ભાઈશ્રી :– પોતાનો દોષ. ફલાણા આવા છે અને લાણા આવા છે એમ નથી કહ્યું. પોતાનો દોષ જોવે છે. જેમકે માણસ એમ કહે કે આવા વિષમ કાળની અંદર, આવા વિષમ ક્ષેત્રોની અંદર... કોઈ એવામાં જન્મે કે દેવ-ગુરુ-શાસ્ત્રના દર્શન ન હોય, જ્યાં સત્સંગ ન હોય. શું કરીએ ? અમે અહીં આવી પડ્યા છીએ. કાંઈ મફતના આવી પડ્યા નથી. પોતાના પૂર્વકર્મના ફળે આવ્યો છે. જે કુટુંબ વચ્ચે આવ્યો છે, જે બીજા જીવોના સમાગમ વચ્ચે આવ્યો છે, જે-તે પ્રકારના બીજા સંયોગો વચ્ચે આવ્યો છે એ બધું પોતાના પૂર્વકર્મને કા૨ણે છે. બીજાનો કોઈનો એમાં દોષ નથી.
મુમુક્ષુ :– આ વાત વિચારવાથી તો વર્તમાનમાં જ ઘણો હળવો થઈ જાય.
=
પૂજ્ય ભાઈશ્રી :– એકદમ હળવો થઈ જાય. એને કાંઈ પણ ધાર્મિક કે વ્યવહારિક પ્રતિકૂળતા ઉત્પન્ન થાય, તો સામાના ઉપર દ્વેષ ન આવે. સામાના ઉપર દ્વેષ ન આવે. મુમુક્ષુ :– ગઈ વાત તો પાછી ન આવે પણ વર્તમાનમાં હળવો થઈ જાય.
=
પૂજ્ય ભાઈશ્રી :– ગઈ વાત પાછી આવવાની નથી. જે ગયું એ તો થઈ ગયું. થઈ ગયું તે ન થઈ ગયું કેવી રીતે બને ? પોતે પરિણામ કર્યાં, કર્મ બંધાય ગયું, બંધાય ગયું નહિ એમાં ફેરફાર થાય એ પહેલા તો ઉદયમાં પણ આવી ગયું. ઉદયાવલીમાં આવ્યા પછી તો અમસ્તો પણ ફેરફાર ન થાય. પછી એ તો થઈ ગયું તે થઈ ગયું.
મુમુક્ષુ ઃ– બહુ સારો માર્ગ છે.
પૂજ્ય ભાઈશ્રી :– એકદમ ન્યાયસંપન્ન માર્ગ છે, લોકોત્તર ન્યાય છે. લોકોમાં તો શું છે કે આણે આમ કર્યું માટે મેં આમ કર્યું. માટે મેં અન્યાય નથી કર્યો. એ તો રાગદ્વેષમાં તો શું છે કે અમસ્તુય સમતોલપણું રહેવું એ કઠિન વાત છે. સમતોલપણું તો જ્ઞાન રાખે. રાગ કે દ્વેષ ન રાખી શકે. એ તો એકબાજુ ઝુકેલા પરિણામ છે. ત્યારે અહીંયાં જ્ઞાનમાંથી આ વિવેક ઊઠે છે કે આ જીવે પ્રવૃત્તિ કરી છે, પૂર્વે અવિચા૨પણે પ્રવૃત્તિ કરી છે એટલે આ ફળ છે. બીજું કારણ નથી. બીજા કોઈનું કારણ નથી.
મુમુક્ષુઃ ઃ– જરા પણ દોષનો બચાવ કરવાની કે કાંઈ કરવાની વાત નથી.
પૂજ્ય ભાઈશ્રી :– પ્રશ્ન જ નથી. ખરેખર તો દોષ કર્યો પછી બચાવ કરવાનો કયાં પ્રશ્ન છે ? પોતે દોષ કર્યો છે પછી બચાવ કરવાનો કયાં પ્રશ્ન છે ? કર્યો છે પોતે. ઉલટાનો એકરાર કરે છે. સ્વીકાર કરી લે છે. દોષ મેં કર્યો છે. મારા દોષના ફળ હું ભોગવું છું. અને એ વાતમાં બીજા ઉ૫૨ કાંઈ મારે કહેવાનું રહેતું નથી. કાંઈ કહેવાનું રહેતું નથી.
મુમુક્ષુ :- વિચારમાં ઉદયની મર્યાદા સુધી નથી વિચારતા. મારો દોષ છે એમ