________________
૩૪
અજહૃદય ભાગ–૧૨
તા. ૧૧ ૧૨ ૧0, પત્રીક ના પ્રવચન ન. ૨૬૯
. પરસમ્મુખતાના પરિણામમાં પુરુષાર્થને સંકોચવો જોઈએ, પીછેહઠ કરવી જોઈએ. એમ અપેક્ષા બંનેની જુદી જુદી છે. પણ આત્મવીર્ય પ્રવર્તાવવામાં કે સંકોચવામાં બહુ વિચાર કરીને પ્રવર્તવું ઘટે છે. પરસનુખનો પુરુષાર્થ હોય અને સ્વસમ્મુખનો માને અને પુરુષાર્થ ઘણો કરે, દ્રવ્યલિંગી પર્યત જાય. જીવ કેટલો પુરુષાર્થ કરે ? કે દ્રવ્યલિંગી પર્યત જાય. તો જેટલો પુરુષાર્થ એણે દ્રવ્યલિંગી થવાનો કર્યો છે, એથી વધારે પુરુષાર્થ સવળા થવા માટે જોઈએ. જેટલો દૂરગયો છે એટલું નજીક આવવું કઠણ છે, મુશ્કેલ છે. એવી અપેક્ષા છે આમાં. કેમકે આ પત્ર છે “ભાવનગરના “કુંવરજીભાઈ પ્રત્યે. શ્વેતાંબર ગૃહસ્થ હતા. સંપ્રદાયમાં શ્વેતાંબર સંપ્રદાયમાં ક્રિયાકાંડની વિશેષતા છે અને લોકો શરીરની પરવા કર્યા વિના પણ વ્રત, તપ કરે છે. આજે પણ એવા જોવા મળે છે, કે ભલે શરીર કૃષ થઈ જાય અને તપ કરતા ભલે શરીરમાં રોગની ઉત્પત્તિ થાય પણ તપતો બરાબર કરવું.
કહે છે કે એ દિશામાં બહિર્મુખ ભાવે આત્મવીર્ય પ્રવર્તે છે અથવા તો અધર્મને ધર્મ જાણીને, ધર્મનથી તેને ધર્મ જાણીને પુરુષાર્થ કર્યો છે. પાછા ફરવું બહુ કઠણ પડશે. એટલે એટલું મથાળું બાંધી દીધું છે. વાત તો એટલી ખોલીને નથી લખી. પણ વિચક્ષણ જીવ હોય તો એને એમ ખ્યાલ આવે કે કાંઈક કહેવા માગે છે. પુરુષાર્થની બાબતમાં પુરુષાર્થ કરવો એવું તો પોકારી પોકારીને લોકો કહે છે પણ પુરુષાર્થ ન કરવો એવું કહેનારા પણ છે. આત્મવીર્ય પ્રવર્તાવવું એટલે પુરુષાર્થ કરવો. આત્મવીર્ય સંકોચવું એટલે પુરુષાર્થન કરવો. ન કરવાની વાત શું છે?
અહીંયાં દિશાનો વિષય છે કે, સ્વરૂપ પ્રત્યયી પુરુષાર્થ ગમે તેટલો થાય તે સંમત કરવા યોગ્ય છે, તે આદર કરવા યોગ્ય છે, આદરણીય છે. અને સ્વરૂપ પ્રત્યયી પુરુષાર્થ સિવાયનો કોઈ પુરુષાર્થ પ્રવર્તાવે) તો કહે છે), વિચાર કરીને કરવો. આંખો મીંચીને ઝંપલાવીશ નહિ. અથવા મર્યાદા રાખવી. કેમકે કોઈ કાર્ય એવા હોય છે કે જ્યાં વ્યવહારે કર્તવ્ય હોય છે. તો વ્યવહાર કર્તવ્ય હોય એ તો પ્રાસંગિક વાત થઈ ગઈ, ઉદય