________________
પત્રાંક-૬૨૯
૩૯૫
થાય કે ન થાય ? તો ‘સોભાગભાઈ’ કહે છે કે થાય. અને એનું અમારી પાસે પ્રમાણ છે. કે આ કાળમાં કેવળજ્ઞાન બરાબર થાય. તો કહે છે, મારે એ પ્રશ્ન નથી કરવો. શું કહે છે ? ‘શ્રીમદ્ભુ’ કહે છે, મારે એ પ્રશ્ન નથી કરવો.
એ ચોથા પ્રશ્નનો વિશેષ વિચાર થવાને અર્થે તેમાં આટલું વિશેષ ગ્રહણ કરશો કે.’ હવે મારો પ્રશ્ન હું સ્પષ્ટ કરું છું કે જે પ્રમાણે જૈનાગમમાં કેવળજ્ઞાન માન્યું છે...'' જૈનાગમમાં પ્રસિદ્ધપણે કેવળજ્ઞાનનું સ્વરૂપ કેવું છે ? કે લોકાલોક પ્રકાશક છે. લોકાલોકને જાણે તે કેવળજ્ઞાન છે. સ્પષ્ટપણે કેવળજ્ઞાનમાં તો લોકાલોક પ્રતિબિંબિત થાય છે. પ્રસિદ્ધ સ્વરૂપ આપું છે. જે પ્રમાણે જૈનાગમમાં કેવળજ્ઞાન માન્યું છે અથવા કહ્યું છે તે કેવળજ્ઞાનનું સ્વરૂપ... એવું જે કેવળજ્ઞાન તે સ્વરૂપ યથાતથ્ય કહ્યું છે એમ ભાસ્યમાન થાય છે કે કેમ ? એ વાત જિનાગમમાં બરાબર કરી છે ? તમને કેમ લાગે છે ? કે કેવળજ્ઞાન આવું હોય ? એમનું શું કહેવું છે ?
જે શ્રેણી છે, ક્ષપકશ્રેણી છે શુક્લધ્યાનની શ્રેણી છે અને એ શુક્લધ્યાનની અંદર કેવળજ્ઞાન પ્રગટ થઈ જાય છે. તો ધ્યાન તો આત્માનું છે. કેવળ આત્માનું ધ્યાન છે. ત્યાં જે જ્ઞાનનું પ્રગટપણું થયું એમાં લોકાલોક પ્રકાશ થયા તો એ કેવી રીતે થયા ? સામાન્યપણે જીવ ઉપયોગ જ્યારે અન્ય પદાર્થ ઉ૫૨ મૂકે છે ત્યારે અન્ય પદાર્થ શેય થાય છે. અન્ય પદાર્થ બાજુ ઉપયોગ લંબાય છે અને પદાર્થનું જ્ઞાન થાય છે. આ તો અંતર્મુખ હતા. લોકાલોકનું જ્ઞાન કેવી રીતે થયું ? સમજાવો. એક પ્રશ્ન તો એમનો, ગૂઢ પ્રશ્ન તો આ છે.
બીજું કે કેવળજ્ઞાનનું યથાતથ્ય સ્વરૂપ છે એમ પૂછ્યું એટલે એ સાચી વાત છે ? એમ પૂછ્યું. કે આવી રીતે અંતર્મુખ રહે અને બધુ લોકાલોક જણાય જાય ? બીજું, કે લોકાલોકને કેવળજ્ઞાન જાણે એટલું જ કેવળજ્ઞાનનું સ્વરૂપ છે ? કે પૂરેપૂરું જ્ઞાન આત્મામાં નિમગ્ન રહે તે કેવળજ્ઞાનનું સ્વરૂપ છે ? કેમકે કેવળજ્ઞાન બે અર્થમાં વપરાય છે. એક સર્વજ્ઞપણાના અર્થમાં વપરાય છે અને એક આત્માને જાણવાના અર્થમાં વપરાય છે. અહીંયાં પ્રશ્ન પૂછે છે. બેય રીતે પૂછે છે. લોકાલોકને જાણે તેં યથાતથ્ય છે ? એટલે કેવજ્ઞાન છે ત્યાં સર્વજ્ઞપણું છે તે યથાતથ્ય છે ? અને જો એમ હોય તો એટલું જ સ્વરૂપ છે ? કે આ સિવાય સાથે સાથે કેવળ આત્માને જાણવું એવું પણ ભેગું છે અને બેય થઈને કેવળજ્ઞાન કહેવામાં આવે છે ? કેમકે જેઓ માત્ર સર્વજ્ઞપણાને જ જાણે છે. એ આત્મામાં પરિપૂર્ણ નિમગ્નપણું શું ? એ જાણતા નથી.
‘સમયસાર’ની શૈલી અનુસાર લઈએ તો બહુ સૂક્ષ્મપણે એ વાત છે કે જ્યારે