________________
૩૯૦
રાજહૃદય ભાગ-૧૨ પ્રશ્નની પરિચય કરવા યોગ્ય છે. શું કહે છે? ઉત્તર સામાન્યપણે ઠીક છે કે આત્મા એક પદાર્થ છે તે ગુણી છે. તેના જ્ઞાન, દર્શન વગેરે અનેક ગુણો છે. એક ગુણ નહિ પણ એવા અનેક ગુણો છે. ઠીક છે વાત. એક ગુણી છે અને અનેક ગુણો પણ છે. એમ ગુણી અને ગુણની તમે વિવિક્ષા કરી... સામાન્યપણે એ વાત બરાબર છે. તથાપિ ત્યાં વિશેષ વિવક્ષા કરવી ઘટે છે. એટલે વધારે ચોખવટ તમે કરો. “શ્રીમદ્જી પોતે શું ચોખવટ માગે છે?
જ્ઞાનદર્શનાદિ ગુણથી જુદુંએવું બાકીનું આત્માપણું શું?” આ મારો પ્રશ્ન છે. પોતે પોતાનો પ્રશ્ન વધારે સ્પષ્ટ કરે છે કે જ્ઞાન-દર્શનથી જુદું એવું આત્માપણું શું? એમ કહેવું છે. પ્રશ્નનું હાર્દશું છે? અનંત ગુણોનો સમુદાયતેદ્રવ્ય તો એક કોથળીમાં રૂપિયા ભર્યા છે અને રૂપિયાની કોથળી કહીએ, એવી રીતે ગુણી ને દ્રવ્યનું સ્વરૂપ છે? નહિ તો દ્રવ્યનું સ્વરૂપ શું? અથવા જો દ્રવ્યમાંથી બધા ગુણો બાદ કરી દેવામાં આવે. હવે ઊલટાવીને આપણે પ્રશ્ન લઈએ. આ તો એક પદાર્થનું વિજ્ઞાન છે. કે જોદ્રવ્યમાંથી બધા ગુણોને બાદ કરવામાં આવે તો કાંઈ આત્મપણું, દ્રવ્યત્વપણું રહી જાય તો ન રહે.
એક તર્ક કરવામાં આવે કે પદાર્થમાંથી બધા ગુણો જો બાદ કરી દઈએ અને પછી એ પદાર્થને વિચારીએ કે આમાં દ્રવ્યપણું શું? આત્માપણું શું ? જ્ઞાન-દર્શન આદિ સ્વભાવને જ્ઞાનમાંથી કાઢી લઈએ તો પછી કાંઈ આત્માપણું બાકી રહે છે? નથી રહેતું. નથી રહેતું તો જ્ઞાન-દર્શન આદિનો જે સમુદાય છે એ આત્માપણું છે? આ મારો પ્રશ્ન છે. પ્રશ્ન આ છે. એનો ઉત્તર એમ વિચારી શકાય, કેમકે અહીંયાં એનો ઉત્તર નથી આપ્યો, પત્રની અંદર પોતે ઉત્તર નથી આપ્યો. પોતે તો પ્રશ્ન પૂછ્યો જ છે. એટલે એ ઉત્તર પાછો વાંચવા જેવો ખરો.
દ્રવ્યત્વ શું છે?દ્રવ્યમાં દ્રવ્યત્વ શું છે? અને ગુણત્વ શું છે? આ વસ્તુ જો સમજાય તો આનો ઉત્તર યથાર્થ પ્રકારે બંધબેસે છે. નહિતર એનો ઉત્તર બંધબેસે નહિ. હવે દ્રવ્યત્વ તો એ છે કે જે અનંત ગુણોને આધારભૂત એવો એક પદાર્થનો એક ધર્મ છે કે જે અનંત ગુણોને આધારભૂત થઈ શકે છે. ફરક શું છે? કે એક ગુણને બીજા ગુણનો આધાર નથી. કોઈ ગુણને કોઈ ગુણનો આધાર નથી. પણ અનંત ગુણોને દ્રવ્યનો આધાર છે. જો અનંત ગુણોને દ્રવ્યનો આધાર છે તો જે આધાર આપે છે અને જેના આધારે છે, આધાર-આધય જેને કહેવામાં આવે છે, ગુણો છે તે આધય છે. એટલે આધાર લેવાને યોગ્ય છે અને દ્રવ્ય છે તે એનો આધાર છે. ગુણોનો આધારદ્રવ્ય છે. એ રીતે આધાર-આધયપણે જેને લાગુ પડે છે. ગુણોને આધારપણું નથી. દ્રવ્યને