________________
૩૮૫
પત્રાંક-૬ ૨૮ વિષયને યોગવાશિષ્ઠ વગેરેમાં પણ ચચ્ય છે.
મુમુક્ષુ:-ત્રણે તો પર્યાયવાચક શબ્દ છે.
પૂજ્ય ભાઈશ્રી – હા. ત્રણેને મુખ્યપણે પર્યાયથી જ ઓળખી શકાય છે. પણ એ ગુણથી વાત કરે છે. અને ગુણીને નિર્ગુણ કહે છે. ગુણી એટલે આત્મા કેવો છે? કે નિર્ગુણ સ્વરૂપ છે. નિરંજન નિરાકાર ને નિર્ગુણ છે એમ કહે પછી એમાંથી આ શૂન્યવાદ ઉત્પન્ન થયો છે કે આત્મામાં કાંઈ નથી શૂન્ય છે અંદરમાં.એ નિર્ગુણમાંથી નીકળ્યો છે. પ્રશ્ન એમણે મહત્ત્વનો છેડ્યો છે. તમે લોકો જરા વિચારો છો તો આ વાતને વિચારજો કે ગુણના સમુદાયથી એવું કાંઈ બીજું ગુણીનું સ્વરૂપ છે કે ગુણનો સમુદાયતેજ ગુણી છે?
આ પ્રશ્ર પ્રત્યે જો તમ વગેરેથી બને તો વિચાર કરશો. શ્રી ડુંગરે તો જરૂર વિચાર કરવા યોગ્ય છે. કંઈ ઉપાધિયોગના વ્યવસાયથી તેમજ પ્રશ્નાદિ લખવા વગેરેની વૃત્તિ સંક્ષેપ થવાથી હાલ વિગતવાર પત્ર લખવામાં ઓછી પ્રવૃત્તિ થતી હશે....... મારા તરફથી એમ લખે છે. મારા તરફથી કાંઈક ઓછી પ્રવૃત્તિ થતી હશે. ‘તોપણ બને તો અત્રે સ્થિતિ છે, ત્યાં સુધીમાં....” એટલે “વવાણિયા રોકાણો છું ત્યાં સુધીમાં કંઈ વિશેષ પ્રશ્નોત્તર વગેરે યુક્ત પ્રશ્નોત્તર સાથેના પત્ર લખવાનું થાય તો કરશો એટલે તમારા તરફથી તમે પત્રવ્યવહાર ચાલુ રાખજો. હું કદાચ ઓછું લખીશ તો એ બનવા યોગ્ય છે. અહીં સુધી રાખીએ.
જીવને પ્રકૃતિનો ઉદય દસમા ગુણસ્થાનના અંત સુધી છે, તેથી નીચેના ગુણસ્થાને આત્મ-જાગૃતિ દ્વારા તેનો પરાભવ સાધક કરે છે, પરંતુ મુમુક્ષુની ભૂમિકા અત્યંત નાજુક હોવાથી, ત્યાં પ્રકૃતિવશ થઈ જઈને તે પ્રાયઃ પછાડ ખાય છે. પરંતુ જેણે જીતવાનો નિર્ધાર કર્યો છે, તે વારંવાર પ્રકૃતિ સામે લડે છે અને અંતે ય પામે છે. આ લડાઈ કઠણ લાગે તોપણ નીચે મને બેઠાં વિના લડવી જ જોઈએ. જે મુમુક્ષુ પ્રકૃતિ સામે હારી જાય છે, તે જાગૃતિના અભાવે પોતાને નુકસાન કરે છે. સત્પુરુષની અત્યંત ભક્તિ પ્રકૃતિમાં ન જોડાવાનું પ્રબળ કારણ છે, પ્રકૃતિને જીતવાનો આ અતિ ઉત્તમ અને સુગમ ઉપાય છે.
(અનુભવ સંજીવની-૧૪૮૦)