________________
૩૭૮
રાજહૃદય ભાગ-૧૨ આજ્ઞાત્રિતપણું અથવા પરમપુરુષ સદ્દગુરુને વિષે સવપણ સ્વાધીનપણું... જુઓ ! વળી પાછું ભક્તિમાર્ગમાં ઓલું નથી લીધું. પદ ગાવા એ નથી લીધું. કે ચાલો બે-ચાર પદ ગાઈ નાખે, પૂજા કરે એટલા માટે ભક્તિ થઈ ગઈ એમ નહિ.
“તે જ કારણોથી આશ્રય કર્યો છે, અને આજ્ઞાત્રિતપણું અથવા પરમપુરુષ સદ્ગુરુને વિષે....” સદ્ગુરુ એકલા ન લીધા. પરમપુરુષ એને કીધા પાછા અહીંયાં. ભક્તિનો વિષય છે ને ? એટલે પરમપુરુષને વિષે ‘સવપણ સ્વાધીનપણું.” સર્વાર્પણ બુદ્ધિએ વર્તવું, આજ્ઞાશ્રિત રહેવું. એને “શિરસાવદ્ય દીઠું છે. એણે એ વાત માથે ઉપાડી લીધી છે. “અને તેમ જલત્ય છે.”
તથાપિ... 'વાત તો એ છે કે તેવો યોગ પ્રાપ્ત થવો જોઈએ; સપુરુષ હોવા જોઈએ ને ? નહિતર કોની ભક્તિ કરે ? એમ કહે છે. ન હોય તો ? ભક્તિ પણ કોની કરવી ? એમ કહે છે. તથાપિ તેવો યોગ પ્રાપ્ત થવો જોઈએ, નહીં તો ચિંતામણિ જેવો જેનો એક સમય છે એવો મનુષ્યદેહ. આખું મનુષ્ય આયુ નહિ, મનુષ્યગતિ નહિ. જેનો એક સમય ચિંતામણિ જેવો અમુલ્ય છે એવો મનુષ્યદેહ. જેનાથી મુક્તિ પ્રાપ્ત કરી શકાય એ “ઊલટો પરિભ્રમણવૃદ્ધિનો હેતુ થાય.'
મુમુક્ષુ - એક એકવચન અમૂલ્ય છે.
પૂજ્ય ભાઈશ્રી – અમૃત છે, અમૃત ! જ્ઞાનમાર્ગે જઈશ પરિભ્રમણ વધારીશ, ક્રિયામાર્ગે જઈશ પરિભ્રમણ વધારીશ. કેમકે ધર્મનથી એને ધર્મ માનીશ.ગૃહીત થયું કે ન થયું ? જે સાધન નથી એને સાધન માન્યું. ગૃહીત થઈ ગયું. પરિભ્રમણ વૃદ્ધિનો હેતુ થશે. જે પરિભ્રમણ નિવૃત્તિનો હેતુ થાય એવું જેનામાં નિમિતત્ત્વ છે એ પરિભ્રમણ વૃદ્ધિનો હેતુ થાયતો ઊંધાઈ કેટલી કરી?કે પૂરેપૂરી. એવી પરિસ્થિતિ છે.
મુમુક્ષુ -લાલબત્તી બધ ધરી છે.
પૂજ્ય ભાઈશ્રી :- એવી વાતો આવી છે. હવે ચાલુ પત્રની સાથે એ વિષયને વિચારવાનો છે. વિચારમાર્ગ અને ભક્તિમાર્ગ આરાધવા માટે “સોભાગભાઈનો
અભિપ્રાય એમ છે કે વિચારમાર્ગને યોગ્ય જેનું સામર્થ્ય નથી એ અપેક્ષા રાખી છે. એવી યોગ્યતા નથી કે આ વિચારમાર્ગને એટલે સિદ્ધાંતને સ્પર્શી શકે. તેને તે માર્ગ ઉપદેશવો ન ઘટે.” એને એવા માર્ગનો ઉપદેશકોએ ઉપદેશ ન આપવો જોઈએ એમ કહે છે. એ લખ્યું તે યોગ્ય છે. વાત તો ઠીક છે. તોપણ....” ઉપદેશકની સામે એક માણસ નથી બેઠો. ઉપદેશકની સામે તો અનેક માણસો બેઠા હોય છે. તો એને ઉપદેશ આપવામાં શું કરવું? એક જ બાજુનો ઉપદેશ આપવો અને બીજી બાજુનો ઉપદેશ ન