________________
પત્રાંક-૬૨૭
૩૭૧
=
પૂજ્ય ભાઈશ્રી :– વાત એવી છે કે, કોઈ પક્ષી જગતમાં એવું નથી કે એક પાંખે ઊડતું હોય. કુદરતી છે ને ?પક્ષીઓમાં ઊડવાની શક્તિ કુદરતી છે. તોપણ કુદરતે કોઈ એવું પક્ષી નથી રચ્યું કે જે એક પાંખે ઊડતું હોય. જોયું છે કોઈએ ? બે પાંખે ઊડે છે. પક્ષી બે પાંખે ઊડે છે. એમ મોક્ષમાર્ગમાં અથવા આત્મહિતના માર્ગમાં લ્યોને. જેને જવું છે એને બેમાંથી એકેય છોડવું પાલવે નહિ. સિદ્ધાંતિક વાત એ છે કે બેમાંથી એકેયને છોડ્યું એ વાત તો સમજણ વગરની છે. એટલે બેય હોવું ઘટે. ત્યારે સંતોષ એમ લ્યે કે બરાબર છે આપણે સ્વાધ્યાય કરીએ છીએ પણ સવારે પૂજા અને બપોરે ભક્તિ પણ કરીએ છીએ ‘સોનગઢ’માં. સવારે મંદિરમાં જઈને પૂજા કરીએ છીએ, બપોરે સ્વાધ્યાય પછી ભક્તિ કરીએ છીએ. માટે આપણે સર્વાંશે ભક્તિને અનુસરતા નથી એવું કાંઈ નથી. માટે આપણે તત્ત્વજ્ઞાનનો અભ્યાસ કરીએ છીએ અને ભક્તિમાર્ગને પણ આપણે અનુસરીએ છીએ. ત્યારે પેલામાં પણ એ વાત જે હતી એમાં થોડો ફેરફાર થયો છે. બહુ મોટો ભાગ એ સમાજની અંદર આ વિષે વિચારતો થયો છે, આના ઉપર પ્રવચનો આપવાના શરૂ થયા છે, આના ઉપરના પ્રવચનો પ્રસિદ્ધ થવા લાગ્યા છે. જુદા જુદા વક્તાઓના પુસ્તકાકારે આ પત્રો ઉપરના. અને એ સિવાય પણ જે બીજા ગ્રંથનો અભ્યાસ નહોતા કરતા પણ ખાસ કરીને વક્તાઓ છે અથવા વિશેષ વિચારશક્તિવાળા છે એ બીજા શાસ્ત્રનો અભ્યાસ પણ કરવા માંડ્યા છે. અને એનું પ્રકાશન પણ કરે છે. એ પણ સંતોષ માને છે, જુઓ ! અમે તત્ત્વજ્ઞાનના અભ્યાસમાં ન માનતા હોય તો આટલું બધું પ્રકાશન કેમ કર્યું હોય ? મુમુક્ષુઓ માટે તો કર્યું છે. હજારો ગ્રંથનું પ્રકાશન કર્યું હોય, ત્યારે કોના માટે કર્યું ? અન્યમતિઓ માટે તો કર્યું નથી.. આપણા જ મુમુક્ષુઓ માટે કર્યું છે. માટે અમે પણ સર્વાંશે માનતા નથી એવું કાંઈ નથી. એવી રીતે એક સંતોષ લેવાનું કારણ બને છે. યથાર્થતા એમાં કેટલી છે ? એ વિચાર માગે એવો વિષય છે.
મુમુક્ષુ :– ૨૫૪માં કહ્યું, તમે વારંવાર વિચારજો.
=
=
પૂજ્ય ભાઈશ્રી :– હા, વારંવાર વિચારજો એમ લખ્યું છે. એ તો તે વખતે તો સ્પષ્ટ કર્યું હતું. એ લોકોની વચ્ચે બે-ત્રણ જગ્યાએ આ પત્ર વંચાણો છે. ઘાટકોપરમાં, પાર્લામાં, કોબામાં. નીચે લખ્યું છે કે તમે વારંવાર વિચારજો. એના ઉપર લીધું છે ‘અમે આમાં ઘણો ગૂઢ શાસ્ત્રાર્થ પણ પ્રતિપાદન કર્યો છે. તમે વારંવાર વિચારજો. યોગ્યતા હશે તો અમારા સમાગમમાં આ વાતનો વિસ્તારથી વિચાર બતાવીશું.' એટલે વિસ્તાર નથી કર્યો એમ નક્કી થયું. ઉપર લખ્યું છે. માત્ર તમ મુમુક્ષુઓને અર્થે ટૂંકામાં ટૂંકું આ