________________
પત્રાંક-૬૨૬
૩૬૭ ને ? ત્યારે કાંઈ રાજી થોડો થાય? પીડા થાય ત્યારે શું થાય ? એને દુઃખ થાય. વેદના થાય એટલે દુઃખી થાય. એ તો સામાન્ય વાત છે. એમાં શું? પીડા થાય છે અને દુઃખી નથી થતો તો અસામાન્ય લાગે છે. એમ એ કોઈપણ દૃષ્ટાંત લઈએ. એવી રીતે નિમિત્તવાસી આ જીવ છે. સંસારી જીવ માટે. આ જીવ એટલે સંસારીજીવ લગભગ નિમિત્તવાસી છે એવું પ્રાયે સિદ્ધાંત જેવું થઈ ગયું છે. અને એ જોતાં અનેક પ્રસંગો જોતા એ વાત બરાબર લાગે છે.
મુમુક્ષુ – આમાં બોધ શું લેવો ?
પૂજ્ય ભાઈશ્રી – બોધ એ લેવા જેવો છે કે સંસારમાં તો એમ બને છે. પણ હવે અસંસારની ગતિ પકડવી છે. સંસારની ગતિ પકડવી છે ? રસ્તો પકડવો છે? કે અસંસારનો ? ત્યારે જેવા જેવા નિમિત્ત ઉત્પન્ન થાય, સંયોગો ઉત્પન્ન થાય, સંગપ્રસંગો ઉત્પન્ન થાય છે તે પ્રસંગોના કાળે જાગૃત થઈ જાય કે મારે નિમિત્તવાસી થાવું નથી. વાસી એટલે સમીપમાં રહેનારો. વાસી એટલે સમીપમાં રહેનારો. મારે એવું નિમિત્તના સમીપમાં રહેવું થયું નથી. મારે સ્વભાવ સમીપ જાવું છે કે જેને નિમિત્ત સાથે કાંઈ સંબંધ નથી. ચાર પર્યાયોને કર્મના ઉદય કે ક્ષય કે ક્ષયોપશમ કે ઉપશમ સાથે સંબંધ છે. પણ પારિણામિકભાવરૂપ સ્વભાવને તો કોઈની સાથે સંબંધ નથી. એ બાજુ પરિણામની ગતિ કરવી એ આમાંથી લેવા જેવું છે.
મુમુક્ષુ – એટલે જેવો જેવો ઉદય આવે એમાં જોડાય ન જવું.
પૂજ્ય ભાઈશ્રી – એમ ન જોડાવું. જાગૃત રહેવું. આત્માને નુકસાન થાશે. રાગ અને દ્વેષ બંને નુકસાનના જ કારણ છે. હરખ અને શોક બને નુકસાનના જ કારણ છે. એ રીતે. અહીં સુધી રાખીએ...
તત્વ - અભ્યાસ દરમ્યાન આત્મસ્વરૂપ સમજાતાં, પરલક્ષી સમજણથી તે વિકલ્પનું કારણ થાય છે. પરંતુ સ્વલક્ષી સમજણમાં સ્વરૂપની અપૂર્વ જિજ્ઞાસાપૂર્વક અંતર અવલોકન દ્વારા જ્ઞાન લક્ષણના આધારે સ્વભાવનો સ્વીકાર ભાવભાસનથી આવે તો તે અનુભૂતિનું કારણ બને છે.
(અનુભવ સંજીવની-૧૪૯૨).