________________
પત્રાંક-૬૨૫
૩૬૫ “તેનો સામાન્ય ગ્રહણરૂપ વિષય નહીં ભાસવાથી દર્શનોપયોગમાં ગણ્યું નથી.” હવે શું છે કે, અવધિદર્શન છે પણ મન:પર્યયદર્શન નથી. મતિદર્શન, શ્રુતદર્શન, અવધિદર્શન અને કેવળદર્શન. પણ મન:પર્યયદર્શન નથી. એમ કહેવું છે. આ જે જ્ઞાનના ભેદ છે પણ દર્શનના એટલા ભેદ નથી. એમ. એટલે તેનો સામાન્ય ગ્રહણરૂપ વિષય નહીં ભાસવાથી દર્શનોપયોગમાં ગણ્યું નથી. એટલે ત્યાં મતિદર્શન ઉપયોગ થઈને સીધો મન:પર્યય થાય એમ કહેવું છે. દર્શનઉપયોગ ન થાય એમ નથી કહેવું. મનપર્યય દર્શનોપયોગ નથી. “એમ સોમવારે બપોરે જણાવવું થયું હતું. એટલે ત્યાં સોમવારે બપોરે ચર્ચા નીકળી હશે. શ્રાવણ સુદ ૩ ને ગુરુવાર છે અને ૧૦ને બીજો ગુરુવાર આવે. ૭ને ૩-૧૦. ૧૦ને બીજો ગુરુવાર આવે. વચ્ચે એક સોમવાર આવી ગયો. બે દિવસ પહેલાનો. એ શ્રાવણ સુદ ૧૦મે પત્ર લખ્યો છે પણ શ્રાવણ સુદ ૭ને દિવસે બપોરે કાંઈક ચર્ચા થઈ છે. ગુરુવારના બદલે સોમવારે જે ચર્ચા થઈ છે. “સોમવારે બપોરે જણાવવું થયું હતું તે પ્રમાણે જૈનદર્શનનો અભિપ્રાય પણ આજે જોયો છે.' એટલે કોઈ શાસ્ત્રમાંથી એ વાત પોતે જોઈ હશે.
આ વાત વધારે સ્પષ્ટ લખવાથી સમજવાનું થઈ શકે તેવી છે, આના ઉપર સ્પષ્ટીકરણ લખીએ તો થઈ શકે એમ છે. કેમકે તેને કેટલાંક દષ્ટાંતાદિકનું સહચારીપણું ઘટે છે....' એ સ્પષ્ટ કરવા માટે કેટલાક દાંત આપીએ તો તમે સાવ સ્પષ્ટ સમજી શકો એમ છો. ‘તથાપિ અત્રે તો તેમ થવું અશકય છે. પણ એવી લાંબી લાંબી વાત લખી શકાય એવું નથી. વળી પ્રયોજનભૂત નથી પાછી. એ કહેશે. મન:પર્યવસંબંધી લખ્યું છે તે પ્રસંગ, ચર્ચવાની નિષ્ઠાથી લખ્યું નથી. એટલા એના ઉપર બહુ વજનદેતા નહિ.પ્રયોજનભૂત સંબંધીની. ચર્ચવાની નિષ્ઠા-ચર્ચા કરવા યોગ્ય છે એવી શ્રદ્ધાથી એ વાત નથી લખી. એક જાણવાનો વિષય છે એટલે એ લખી નાખ્યું છે. ચર્ચવાની નિષ્ઠાથી લખ્યું નથી.'
સોમવારે રાત્રે એટલે તે જ દિવસે રાત્રે. બપોરે આ ચર્ચા થયેલી છે. આશરે અગિયાર વાગ્યા પછી.. રાતના અગિયાર વાગ્યા પછી, જુઓ ! ચર્ચા ક્યાં સુધી ચાલતી હતી. આ તો એક પ્રસંગ નીકળ્યો એટલે ખબર પડે. નહિતર આપણને શું ખબર પડે? કેવી રીતે ચર્ચા અને કેવી કેવી ક્યાં સુધી થઈ હશે? “સોમવારે રાત્રે આશરે અગિયાર વાગ્યા પછી જે કંઈ મારાથી વચનયોગનું પ્રકાશવું થયું. એ વખતે જે મારા વચનો નીકળ્યા છે. તેની સ્મૃતિ રહી હોય તો યથાશક્તિ લખાય તો લખશો.” આટલું લખ્યું છે. કોઈ મહત્ત્વની ચર્ચા થઈ હશે તો એના ઉપર ધ્યાન ઓછું હોય કદાચ તો