________________
૩૬૦
રાજહૃદય ભાગ-૧૧ પંદર દિ મોડું એમ નહિ. આ એનો પ્રેમ કેટલો છે ! “વિશેષ ઇચ્છા રહે છે, તો તે ઇચ્છાની ઉપેક્ષા કરવાને મારી યોગ્યતા નથી.” તમારો આટલો જે નિર્મળ પ્રેમ છે એ નિર્મળ પ્રેમની ઉપેક્ષા કરવી એ મારી યોગ્યતા બહારનો વિષય છે એમ કહે છે. એમણે ભાષા કેવી લીધી છે! જેવો ભાવ છે એવી ભાષા લીધી છે.
યોગ્યતા એટલે ઓલી લાયકાતનો સવાલ નથી અહીંયાં કે મારી લાયકાત ઓછી છે એમ નથી કહેવું. તમને જેમ મારા ઉપર અનુરાગ છે, એમ મને પણ તમારા ઉપર અનુરાગ છે. તમારા આવા પ્રેમનું ઉલ્લંઘન કરું એ મારાથી અયોગ્ય ગણાય. એ વાત અયોગ્ય લાગે છે. એ હું કરી જન શકું. લાગણી છે. અનુચિત થાય એ તો. એટલે એવું અનુચિત મારાથી ન થઈ શકે એવી મારી યોગ્યતા છે. થઈ શકે એના માટે અયોગ્યતા છે. થઈ ન શકે એવી યોગ્યતા છે. એટલે કે થવા માટે અયોગ્યતા છે એમ કહેવું છે.
તો તે ઇચ્છાની ઉપેક્ષા કરવાને મારીયોગ્યતા નથી. આવા કોઈ પ્રકારમાં તમારા પ્રત્યે આશાતના થવા જેવું થાય...તમને દુભવવા જેવું થાય. અશાતનાનો અર્થ એ છે કે તમારી લાગણીને પ્રેમને દુભવવા જેવું થાય. “એવી બીક રહે છે. કેટલું સંભાળીને ચાલે છે !એવી મને પણ બીક રહે છે. હાલ આપની ઇચ્છાનુસાર સમાગમ માટે... હવે એના ઉપર પોતે નિર્ણય કર્યો છે એ લખે છે કે હાલ આપની ઇચ્છાનુસાર સમાગમ માટે તમે, શ્રી ડુંગર તથા શ્રી લહેરાભાઈનો આવવાનો વિચાર હોય તો... તમારી સાથે એ લોકોને આવવાનો વિચાર હોય તો એક દિવસ મૂળી રોકાઈશ.” મૂળીમાં એક દિવસ રોકાઈશ. “સાયલા નહિ. “મૂળી' ઉપરથી જાવ છું તો એક દિવસ મૂળી રોકાઈશ.
“અને બીજે દિવસે જણાવશો તો મૂળીથી જવાનો વિચાર રાખીશ.” જણાવશો એટલે તમે કહેશો. મારો વિચાર છે પણ છતાં તમે કહેશો તો કદાચ એકદિ રોકાય તો બીજે દિ' પણ રોકાય જાય. એકાદ દિવસ રોકાવાનો ભાવ છે. તમે કહેશો તો એક દિવસ રોકાઈશ. વળી કદાચ એમ કહે કે એક નહિ બે દિવસ રોકાઈ જાઉં. તો બે દિવસ પણ રોકાઈ જાય. “વળતી વખતે સાયલે ઊતરવું કે કેમ તેનો તે સમાગમમાં તમારી ઇચ્છાનુસાર વિચાર કરીશ. એટલે પછી વળતા શું કરવું એ તો આપણે મળશું ત્યારે મૂળીમાં એનો વિચાર કરી લેશે.
મૂળી એક દિવસ રોકાવાનો વિચાર જો રાખો છો તો સાયલે એક દિવસ રોકાવામાં અડચણ નથી, એમ આપ નહિ જણાવશો“મૂળીની એક દિવસ હા પાડી. તો “મૂળીના બદલે “સાયેલા રોકાવ. મારું ઘર છે. આપના પગલા થાય. તમે એવું નહિ કરતા. કેમકે એમ વર્તવા જતાં ઘણા પ્રકારના અનુકમનો ભંગ થવાનો સંભવ છે.