________________
પત્રાંક-૬૨૧
૩૪૭ વાળીને ધ્યાનસ્થ અવસ્થામાં કાંઈ થડે બેઠા ન હોય, ત્યાં તો વેપાર-ધંધો, ટેલિફોન, તાર-ટપાલ જે કાંઈ ચાલતું હોય એ બધું ચાલતું હોય. Routine work તો Routine work જેનો જે ધંધો હોય એ પ્રમાણે ચાલતું હોય. હવે આવા કાંઈ ભાળ્યા? હવે આવા તે (જ્ઞાની) હોતા હશે કાંઈ ? એક વખત એને જાણવા મળે, બીજી વખત એને વિરોધાભાસી ભાવ ઉત્પન્ન થાય. શું થયું એનાથી સત્પરુષની વિરાધના થઈ ગઈ.
તેથી વિરાધના થવાનો કંઈ પણ હેતુ થાય; તેમ જ પૂર્વ મહાપુરુષના અનુક્રમનું ખંડન કરવા જેવું પ્રવર્તન આ આત્માથી કંઈ પણ થયું ગણાય. કેમકે પૂર્વના મહાપુરુષો તો સર્વસંગપરિત્યાગ કરીને પ્રસિદ્ધિ પામ્યા છે અને બીજાને ઉપદેશ આપ્યો છે. હવે અમે તો આ સંસારમાં બધી જંજાળ વચ્ચે બેઠા છીએ. દુકાન, ધંધો, કુટુંબની બધી જંજાળ વચ્ચે બેઠા છીએ. એ જંજાળ વચ્ચે કોઈને પરમાર્થનો ઉપદેશ આપીએ તો આગળના મહાપુરુષોએ જે એ બધી દશાથી આગળ નીકળીને સર્વસંગપરિત્યાગ કરીને પછી જે ઉપદેશ આપ્યો એ અનુક્રમે એ થવું જોઈએ. અમે પણ એમ માનીએ છીએ કે એવા અનુક્રમથી એ થવું જોઈએ. તો એ અનુક્રમનું અમે ખંડન કર્યુંગણાય.
મુમુક્ષુ - પૂજ્ય ભાઈશ્રી –બહુ સારું છે. મુમુક્ષુ –આવું કોઈ જ્ઞાની આટલું સહેલું માર્ગદર્શન... -
પૂજ્ય ભાઈશ્રી - બહુ સમજવા જેવો વિષય) છે. આ તો એટલા બધા પડખાં એમણે ખોલ્યા છે. પત્રો દ્વારા પણ એટલી બધી વાત ખોલી છે કે મુમુક્ષુ માટે તો એ સ્વાધ્યાયનો અસાધારણ ગ્રંથ છે. એ તો સ્વીકાર્યા વિના ચાલે એવું નથી.
મુમુક્ષુ -. જ્ઞાની માટે આ બધું...
પૂજ્ય ભાઈશ્રી:-હા, જ્ઞાની માટે પણ વાત છે. ચોક્કસ વાત છે. પૂજા, ભક્તિ કરે, બીજા બહુમાન આપે પણ તને શું થાય છે એ તો કહે. મારી તો આ સ્થિતિ છે કે હું અવિરત દશામાં છું, હું તમારી ભક્તિને યોગ્ય નથી. અને જો મને અપેક્ષાવૃત્તિ થાય તો એ પાપ લાગ્યા વિના રહે નહિ. આમ છે. બહુ નિર્દોષતાનો માર્ગ છે. માર્ગ છે એ બહુ નિર્દોષતાનો માર્ગ છે.
આ પત્ર પર યથાશક્તિ વિચાર કરશો અને તમારા સમાગમવાસી જે કોઈ મુમુક્ષુ ભાઈઓ હોય....” ત્યાં ખંભાતમાં. તેમને હાલ નહીં. અત્યારે ને અત્યારે નહીં પ્રસંગે પ્રસંગે એટલે જે વખતે તેમને ઉપકારક થઈ શકે તેવું સંભવતું હોય ત્યારે....” એટલે એની પરિસ્થિતિ જોઈને. એનો અર્થ શું છે? કે ગમે તે વાત ગમે તે વખતે કરવા