________________
૩૨૪
રાજહૃદય ભાગ-૧૨ આ પ્રકારનું તેમનું પ્રવર્તન તે ઉપદેશમાર્ગપ્રવર્તાવતાં કોઈ પણ જીવે અત્યંતપણે વિચારી પ્રવર્તવા યોગ્ય છે... - પ્રવર્તાવવો એમ હું નથી કહેતો. ઉપદેશમાર્ગ પ્રવર્તાવવો. પણ બહુ વિચાર કરીને પ્રવર્તાવવો. એટલે કે જે કાંઈ ઉપદેશ દેવો એની અંદર ઘણો વિચાર રાખવો. એમ ને એમ ગમે તેમ અગંભીરપણે ઉપદેશની પ્રવૃત્તિ કરવી નહિ. બહુગંભીરતાથી કરવી જોઈએ એમ એમનું કહેવું છે.
એમ એમનું જીવન છે એ કેવી અખંડ શિક્ષાને પ્રતિબોધે છે. ભગવાન “મહાવીરસ્વામીનું જીવન પોતે જ એક જીવંત દૃષ્ટાંત છે કે જે આવી અખંડ શિક્ષાને પ્રતિબોધ છે. શું થાય છે? બહુ સરસ એમણે આ વાત કરી છે. માણસને થોડુંક જાણપણું થાય એટલે બીજાને સમજાવવા, બીજાને ઉપદેશ દેવા માટે જલ્દી વૃત્તિ થઈ આવે છે. એને શાંત કરે છે. બીજાને ઉપદેશ આપવાની ઉતાવળ કરવા જેવી નથી. જ્યાં સુધી પોતાને કોઈ એવી પરિપકવ દશા ન થાય ત્યાં સુધી એક માથે આવી પડ્યું હોય અને કરવું પડે એ બીજી વાત છે અથવા દબાણ થયા પછી કરવું પડે એ બીજી વાત છે. પણ પોતે સામે ચાલીને એપ્રવૃત્તિ કરવા જેવી નથી.
અહીંયાં એક વિચાર આવે એવું છે કે બીજા જીવો પામે એવો ભાવ તો આવે કેન આવે ? આપણે વિષય વિચારીએ. બીજા જીવો પણ પામે, એવા વિચારથી પ્રવૃત્તિ કરવાનું મન થાય છે. એમાં એમ કહે છે કે જરા વિચારવા જેવું એ છે કે બીજા જીવો પામે કે ન પામે, એ વાત તો ઉપદેશની Quality ઉપર આધાર રાખે છે. પણ એમ કરવા જતાં પોતાના પરિણામમાં શું શું થશે ? એનું અવલોકન કરીએ, એનો ખ્યાલ રહે એવી કોઈ પોતાની યોગ્યતા તૈયાર થઈ છે કે કેમ ? આ પહેલું વિચારવા જેવું છે. કેમકે ઉપદેશકના સ્થાને સૌથી વધારે માન મળવાનો પ્રસંગ બને છે. પછી વક્તા હોય તો વક્તાને વક્તાને યોગ્ય માન મળે છે, લેખક હોય તો લેખકને એને યોગ્ય માન મળે છે. અને માન મળે ત્યારે એ માન ચડવામાંથી બચવું એ વાત સાધારણ જીવનું કામ નથી. એ સામાન્ય મનુષ્યનું કામ નથી કે માન મળે છતાં માનથી પોતે બચી શકે. એટલે એ પોતાને નુકસાન કેટલું કરશે? આ એક ગંભીર વિચાર માગે એવો વિષય છે. એટલા માટે એમણે ચેતાવ્યા છે. કેમકે આ તો લલ્લુજીને વ્યક્તિગત પત્ર લખે છે ને ? કે જુઓ! “મહાવીરસ્વામીએ દીક્ષા લીધા પછી સાડા બાર વર્ષમૌન પાળ્યું છે. તમે કોઈને કાંઈ પણ વાત કરો તો જરા ગંભીરતાથી વિચારીને જે કરો તે કરજો. એમ કહેવું છે.
એવી અખંડ શિક્ષા પ્રતિબોધે છે. તેમ જજિન જેવાએ જે પ્રતિબંધની નિવૃત્તિ માટે પ્રયત્ન કર્યું. “મહાવીરસ્વામી જેવાએ તે પ્રતિબંધની નિવૃત્તિ માટે પ્રયત્ન) કર્યું, તે