SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૦ રાજહૃદય ભાગ-૧૨ ૬ ૨૦મો પત્ર છે ‘લલ્લુજી’ મુનિ ઉ૫૨નો. જન્મથી જેને મતિ, શ્રુત અને અવધિ એ ત્રણ જ્ઞાન હતાં, અને આત્મોપયોગી એવી વૈરાગ્યદશા હતી, અલ્પકાળમાં ભોગકર્મ ક્ષીણ કરી સંયમને ગ્રહણ કરતાં મનઃપર્યંત નામનું જ્ઞાન પામ્યા હતા, એવા શ્રીમ ્ મહાવીરસ્વામી, તે છતાં પણ બાર વર્ષ અને સાડા છ માસ સુધી મૌનપણે વિચર્યા' મુનિદશામાં. શું કહેવું છે ? જોકે કોઈ તીર્થંકરો મુનિદશાની અંદર ઉપદેશ આપતા નથી. મૌન જ રહે છે. જેટલો મુનિદશાનો કાળ હોય એમાં એ મૌન રહે છે. ત્યારપછી કેવળજ્ઞાન થાય છે ત્યારે ઇચ્છા વગર જે વાણી નીકળે તે નીકળે. પણ જેવા મુનિદશામાં પ્રવેશ કર્યો ત્યારથી બોલવાની ઇચ્છા બંધ. બોલતા નથી. બોલવાની પ્રવૃત્તિ કરતા નથી. પછી જે વાણી નીકળે છે એ અનિચ્છાએ દિવ્યધ્વનિ સમવસરણમાં એના સ્વકાળે ઉત્પન્ન થાય તે થાય. પોતે ઇચ્છા કરતા નથી. મુમુક્ષુ :– એવો ભાવ કેમ ? = પૂજ્ય ભાઈશ્રી :– સાધનામાં રહી જાવું છે. એટલો પણ કોઈની સાથે વિક્ષેપ નથી. બોલીને પોતાની સાધનામાં વિક્ષેપ આપતા નથી. અને એમનો સર્વોત્કૃષ્ટ ઉપદેશ, આમ તો મુનિ છે એ ગુરુના સ્થાને છે અને ગુરુ ઉપદેશ આપે એટલી પ્રવૃત્તિ એમને યોગ્ય છે તોપણ એ જગદ્ગુરુ હોવાથી અને સર્વોત્કૃષ્ટ ઉપદેશરૂપ વાણી પ્રગટવાની હોવાથી અત્યારે એથી નીચી કોટીની છદ્મસ્થની વાણીનો એમને સહેજે પ્રકાર નથી બનતો. મુમુક્ષુઃ- આ પ્રકાર... – : પૂજ્ય ભાઈશ્રી :– તીર્થંકર ન આપે. મુનિઓ આપે. મુનિઓ તો આપે જ છે ને. આચાર્યો, ઉપાધ્યાયો, સાધુઓ ઉપદેશ આપે જ છે. શાસ્ત્રો લખે છે, ઉપદેશ આપે છે. તીર્થંકર ન તો શાસ્ત્ર લખે, ન તો ઉપદેશ આપે. મૂળ તો શું કહે છે ? કે એમના ઉપરથી આપણે બોધ લેવો જોઈએ. કહેવું એમ છે. ભગવાન ‘મહાવીરસ્વામી'ની દશાનું વર્ણન કરીને આપણે શું બોધ લેવો છે એ વાત ક૨વી છે. કેટલા સમર્થ હતા ? કે જન્મથી જેને મતિ, શ્રુત અને અવધિ એ ત્રણ જ્ઞાન હતાં....’ એ તો લઈને આવ્યા હતા. દેવલોકમાંથી આવે છે તો મતિ, શ્રુત અને અવધિ ત્રણ તો લઈને આવે છે. ત્યાં પણ સમ્યક્ મતિ, શ્રુત અને અવધિ તો હતા. દસ ભવથી સમ્યક્ મતિ-શ્રુત તો થઈ ગયા હતા. પછી દેવલોકમાં જાય એટલે અવધિજ્ઞાન પ્રગટ થાય. મનુષ્ય પહેલા નિયમથી દેવલોક એમને હોય છે. એટલે દસ ભવ અગાઉ
SR No.007187
Book TitleRaj Hriday Part 12
Original Sutra AuthorN/A
Author
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2014
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy