________________
પત્રાંક-૬૧૯
૩૧૫ પરિણતિ રહે છે. જ્યારે જેમ બનવું હશે ત્યારે તેમ બનશે. અત્યારે કાંઈ નિર્ણય થતો નથી કે જવું કે ન જવું? એનો નિર્ણય થતો નથી. જવામાં તમારા તરફનું એક આકર્ષણ છે. નહિ જવામાં અમને આ પરિચય વધે એ બાધા આવે છે. કાંઈ નિર્ણય કરી શકાતો નથી. હવે એ વખતે બનવું હશે તે બનશે. સહેજે.
મુમુક્ષુ -પોતાના એક એક પરિણામ,વિચાર...
પૂજ્ય ભાઈશ્રી - બહુ સ્પષ્ટ. જે આવે એ લખી નાખે છે. એટલી સરળતા છે. જે વિચાર આવે તે લખે. અનિશ્ચતતા હોય તો અનિશ્ચતતા લખે, નિશ્ચિતતા હોય તો નિશ્ચિતતા લખે. આમ સૂઝે છે તો એમ સૂછ્યું એ લખ્યું, નથી સૂછ્યું તો કહે, નથી સૂછ્યું એમ લખ્યું.
સહેજેબની આવે તે કરવા પ્રત્યે પરિણતિ રહે છે. પરિણતિ રહે છે. પરિણતિ એ પ્રકારની રહે છે. “અથવા છેવટે કોઈ ઉપાય ન ચાલે તો બળવાન કારણને બાધન થાયતેમ પ્રવર્તવાનું થાય છે. જેને વજન દેવા જેવું હોય એના ઉપર વજન દઈએ છીએ અને એ રીતે પ્રવર્તીએ છીએ. જેને બળ દેવા જેવું હોય, જેની વિશેષતા હોય, વિશેષતા રાખવા જેવી હોય એ બાજુનો નિર્ણય લઈ લઈએ છીએ. કેટલાક વખતના વ્યાવહારિક પ્રસંગના કંટાળાથી થોડો વખત પણ નિવૃત્તિથી કોઈ તથારૂપ ક્ષેત્રે રહેવાય તો સારું, એમ ચિત્તમાં રહ્યા કરતું હતું...” વ્યાવહારિક પ્રસંગનો કંટાળો એટલો હતો કે હવે કાંઈક નિવૃત્તિ પ્રસંગની અંદર નિવૃત્તિ ક્ષેત્રે રહીએ, એમ ચિત્તમાં થયા કરતું હતું, રહ્યા કરતું હતું
મુમુક્ષુ:-
પૂજ્ય ભાઈશ્રી:- હા. એટલે લઈએ છીએ કે એની અંદર એમની પ્રવૃત્તિ શું છે. એનો ખ્યાલ આવે. કેવી રીતે સહજપણે એના પરિણામ કામ કરતા રહે છે.
તેમ જ અત્રે વધારે વખત સ્થિતિ થવાથી જે દેહના જન્મનાં નિમિત્ત કારણ છે એવાં માતાપિતાદિના....” ખરેખર આત્માને લેવા દેવા નથી. શું કહે છે? “એમ ચિત્તમાં રહ્યા કરતું હતું, તેમ જ અત્રે વધારે વખત સ્થિતિ થવાથી. એટલે મુંબઈમાં વધારે રોકાવાથી, લાંબો સમય “મુંબઈમાં રોકાવું થયું છે. એટલે જે દેહના જન્મનાં નિમિત્ત કારણ છે એવા માતાપિતાદિના વચનાર્થે એમનો પણ આગ્રહ રહેતો હશે કે ઘણા વખતથી ભાઈ! તું “મુંબઈ છો. હવે કાંઈક દેશમાં આવે તો સારું. એમના “વચનાર્થે, ચિત્તની પ્રિયતાના અક્ષોભાર્થે...” એમને પણ સારું લાગે. સાદી ભાષામાં એમ કહીએ કે એમને પણ સારું લાગે છે. એટલા માટે. ‘તથા કંઈક બીજાઓનાં ચિત્તની