________________
પત્રાંક-૬ ૧૮
૩૦૭ ૬ ૧૮.એ પણ “સોભાગ્યભાઈ” ઉપરનો ટૂંકો પત્ર છે.
પરમાર્થનૈષ્ઠિકાદિ ગુણસંપન્ન શ્રી સોભાગ પ્રત્યે....... કેટલું વિશેષણ લગાડ્યું! પરમાર્થમાં જેની નિષ્ઠા છે. એવા એવા જેનામાં ગુણો છે એ ગુણોથી જે સંપન્ન છે. આદિ એટલે બીજા પણ છે, એમ કહે છે. પરમાર્થ એટલે આત્મહિત. મારે આત્મહિત કરવું જ છે એવી “સોભાગભાઈને નિષ્ઠાપ્રગટ થઈ છે, એમ કહે છે.
છેલ્લી વખતે જ્યારે એમને ઈડર' લઈ ગયા છે. ત્યારે એમણે ના નથી પાડી. છોકરાઓએ ના પાડી. બાપાજીની તબિયત એટલી બધી નરમ છે. ખાટલાવશ છે. છેલ્લા છ-આઠ મહિનાથી સાવ ખાટલાવશ છે. ઉંમર તો થઈ ગઈ હતી. એ જમાનામાં તો આટલું લાંબુ આયુષ્ય નહોતું. વન વટાવે એ તો ભાગ્યશાળી ગણાય. અઠ્ઠાવન પૂરા થાય ત્યારે એમ કહે કે વન પાર કરી ગયા. આ તો ૭૦ આસપાસ પહોંચ્યા હતા. તો એમ કહે આમાં કેવી રીતે લઈ જશો) ? એ કાંઈ તમારે જોવાનું નથી. એમણે પોતે આનાકાની નથી કરી. નહિતર પ્રતિકૂળતા તો એમને હતી. મુસાફરીની પ્રતિકૂળતા કાંઈ છોકરાઓને નહોતી થવાની. શરીરની અસ્વસ્થતા તો એમને છે. એમણે આનાકાની નથી કરી. પહાડ ઉપર ગયા છે.
મુમુક્ષુ -...
પૂજ્ય ભાઈશ્રી -એમને એક જ વાત હતી. આ પરમેશ્વર જે કહે એ આ પરમેશ્વર છે. પરમેશ્વરબુદ્ધિ હતી. છેલ્લે એવું લખ્યું હતું કે તમે દર્શન દેવા નહિ આવો તો મારું મૃત્યુ રોગને લઈને નહિ થાય, તમારા વિયોગને લઈને થાશે. હવે આવવું છે કે નથી આવવું? છેલ્લું Ultimatum આપ્યું પછી આવ્યા છે. અને એ પtimatum ની એ રાહ જોતા હતા. કે ખેંચો, પાકવા દયો. આને કેટલી ગરજ છે ખબર પડે. એમણે બતાડી દીધું મારે પૂરી ગરજ છે. પછી એક વચન એનું ઉથાપે કેવી રીતે? પછી એક અક્ષર પણ ઉથાપે નહિ. તમે જ્યાં કહો ત્યાં તમે એમ કહો કે આ કૂવામાં મૂકો પડતું. તો લ્યો આ પડતું મુક્યું. આટલું શિસ્તમિલેટરીમાં હોય છે. મિલેટરીમાં શું હોય છે કે આગળ વધી એટલે આગળ વધો. ઓલાના તોપના ગોળા છૂટતા હોય. સામેથી તોપના ગોળા છૂટતા હોય અને March on એમ કહે એટલે એને આગળ જ વધવાનું હોય. આગળ વધી એટલે આગળ જ વધો. પછી ભલે સામે છાતીએ પીસ્તોલની ગોળીઓ, બંદુકની ગોળીઓ ખાવાની. એટલી શિસ્ત તો એ લોકોમાં હોય છે. એક દેશ બચાવવો હોય તો, રાજ બચાવવું હોય તો. આત્મા બચાવવો હોય તો શું કરવાનું એ નક્કી કરવાનું છે. ૭૦ વર્ષની ઉંમરે ગયા હતા. અનંત ભવનો નાશ કરવાનો છે એટલું ખ્યાલમાં હતું. શું કહે છે?