________________
૩૦૪
રાજહૃદય ભાગ-૧૨ મતમાંથી આવતો હોય. અલ્ય કાળમાં એને સર્વ સમાધાન થાય એવા સમાધાનના ઉપાય છે. એમ કહે છે. કેવી ખાતરી આપી છે ! ‘હોવા યોગ્ય છે, જેથી મુમુક્ષુ જીવને નિરાશાનું કારણ પણ નથી. એને નિરાશ થવાનું કોઈ કારણ નથી, છે. ઉપાય છે. સહેલો રસ્તો છે. સુગમ છે. અરે. તિર્યંચ પામે છે. તારે મૂંઝાવાની જરૂર નથી.
મુમુક્ષુ-પુરુષાર્થની કેટલી પ્રેરણા આપી છે!
પૂજ્ય ભાઈશ્રી :- પુરુષાર્થની પ્રેરણા છે અને રસ્તાની એને જિજ્ઞાસા થાય, તો પછી આ સહેલો, અલ્પ કાળમાં થાય એવો ઉપાય ક્યો? આની જે જિજ્ઞાસા થાય એ જગ્યાએ લાવીને મૂકી દીધા છે.
આ પત્રની અંદર બીજા ભાઈઓ સાથે જોડાયેલા છે. તમારું તથા શ્રી લહેરાભાઈનું લખેલું પત્ર મળ્યું છે.” “તેના ઉત્તરમાં તમારા તથા શ્રી લહેરાભાઈના વિચાર' જાણ્યા છે. અને હજી પણ લહેરાભાઈને તથા શ્રી ડુંગરને વિશેષ વિચાર કર્તવ્ય છે. કરવા યોગ્ય છે એમ વાત નાખી છે. કેમકે એ લોકો અન્ય દર્શનનો વિચાર કરતા હતા. જોયું કે આ લોકો યથાર્થ રીતે અન્ય દર્શનનો વિચાર કરી શકે એવી સ્થિતિમાં તો છે નહિ. માટે તમે અત્યારે આ વાત હાથમાં લીધી છે. પણ કટાણે, યોગ્ય સમયે લીધી નથી. કટાણે લીધી છે. ટાણું તમે જોયું નથી, સમય જોયો નથી. એ ધ્યાન ખેંચ્યું છે એમણે. એક વાતને રજુ કરવામાં મૂકવામાં કેટલી વિચક્ષણતા છે!
એ રીતે “અલ્પકાળમાં તે સર્વ પ્રકારનાં સમાધાનના ઉપાય હોવા યોગ્ય છે; જેથી મુમુક્ષુ જીવને નિરાશાનું કારણ પણ નથી. એમાં પણ જો એ કોઈ સત્પરુષના સમાગમમાં આવી જાય, અરે...! પુણ્યયોગે પણ આવી જાય, ઓઘે ઓથે પણ આવી જાય અને સત્યની શોધમાં જાય કે મારે તો માર્ગ સિવાય બીજું કાંઈ જોઈતું નથી. તો એને અલ્પકાળમાં મળે એવું છે.
શ્રાવણ સુદ ૫-૬ ઉપર અત્રેથી નિવર્તવાનું બને એમ જણાય છે, પણ અહીંથી જતી વખતે વચ્ચે રોકાવું યોગ્ય છે કે કેમ? તે હજી સુધી વિચારમાં આવી શક્યું નથી, કદાપિ જતી કે વળતી વખતે વચ્ચે રોકાવાનું થઈ શકે, તો તે કયે ક્ષેત્રે થઈ શકે તે હાલ સ્પષ્ટવિચારમાં આવતું નથી. અત્યારે સ્પષ્ટવિચારમાં આવતું નથી અને એનો નિર્ણય પણ વિચારમાં સ્પષ્ટ થઈ શકતો નથી કે થતો નથી. તો પછી શું મૂકી દીધું છે કે જ્યાં, ક્ષેત્રસ્પર્શના હશે ત્યાં સ્થિતિ થશે. ક્રમબદ્ધ મૂકી દીધું. નિર્ણય થતો નથી. તો હવે વિચારતો છે કે ક્યાંક
. આ એક યથાર્થ વિચાર થવાની એક કાર્યપદ્ધતિ છે. સામાન્ય રીતે એવો જે