________________
૩૦૨
રાજહૃદય ભાગ–૧૨ રોગની દવા કોની પાસે છે જે રોગની જે દવા નહિ મળે ત્યાં સુધી એ રોગ જવાની કોઈ સંભાવના નથી. સીધી વાત છે. આ બે વાત જો વિચારી શકે તો એ દર્શનમોહની મંદતામાં જ આવી શકે અને એણે એ કરવું ઘટે છે. બાકીના જીવોએ તે કરવું ઘટે છે. પછી અન્ય દર્શનોની તુલનાની વાત પછી છે. એ પહેલા અન્યદર્શનની તુલનામાં જાય કે જૈન સાચા અને બીજા બધા અજેન ખોટા. એમાં વાતમાં કાંઈ માલ નથી. કારણ કે એને નથી જૈનપણાની ખબર, નથી એને અજૈનપણાની ખબર. એ પોતે જૈન હોવા છતાં કયારે અજૈનપણામાં ઘૂસી જશે એને ખબર નહિ પડે. ગૃહીતમાં પાછો જાશે. આશ્ચર્યકારી વાત છે કે ગૃહીતમાં જતા એને વાર લાગતી નથી. અને એ ગૃહીતને અગૃહીત માને. પરિસ્થિતિ શું હોય છે? કે પોતે ગૃહીતમાં આવી ગયેલો હોય છે અને માને છે કે હું અગૃહીતમાં છું. સમ્યગ્દર્શન તો હું લઈ લઈશ. કેમકે મને ગૃહીત તો હવે છે નહિ. હોય છે ગૃહીતમાં. આવી આશ્ચર્યકારક પરિસ્થિતિ એની વર્તે. દેવ-ગુરુશાસ્ત્ર બધા સાચા હોય. જૈનશાસ્ત્રના સિદ્ધાંતોની ચર્ચા કરતા હોય અને હોય ગૃહીતની અંદર. કેમકે બુદ્ધિપૂર્વક એનો મત જ બીજો પડે છે. એનો મત છે એ માર્ગને અનુકૂળ નથી. ખરેખર તો એનો મત માર્ગથી પ્રતિકૂળ છે.
મુમુક્ષુ -એક જગુરુને માનતા હોય... પૂજ્ય ભાઈશ્રી:- હા. મુમુક્ષુ-એ ઓળખવું બહુ આકરું થઈ પડે.
પૂજ્ય ભાઈશ્રી પોતાની જાતને સંભાળવા જેવો વિષય છે. બાકી તો સૌનું સૌ જાણે પણ પોતાની જાતને સંભાળવાની વાત છે. ગંભીર વિષય છે. જો પોતાની જાતનેન સંભાળી શકે તો એ બીજાનો વિચાર કરીને એને શું કામ છે? બીજાના વિચારથી એને શું ફાયદો છે? એ તો પંચાત થઈ ગઈ. બીજાનો વિચાર નથી પણ એ બીજાની પંચાત થઈ ગઈ. ખરી વાત તો એ છે કે પોતે સંભાળવા જેવું છે.
એટલે “બાકી જે મોક્ષના ઈચ્છક જીવો છે, તેણે તે સંબંધી શું કરવું ઘટે ? તે પણ વિચારવા યોગ્ય છે. એમને વિચાર કરતા મૂકી દીધા. તમે પ્રશ્ન ઉઠાવો છો કે આત્મા એક છે, કે આત્મા અનેક છે. પણ આ એમને એમ કાંઈ થાય એવું નથી. રસ્તાનું મૂળ પકડે પછી બરાબર ગાડી રસ્તે ચાલે એવું છે. મૂળમાંથી જ બીજો ફાંટો પડી ગયો. ભલે એક Degree નું Angle છે, બાજુ બાજુમાં જ રસ્તો દેખાય છે કે આ તો બાજુનો જ રસ્તો છે. એક જેવો લાગે છે. બાજુનો એટલો બધો નજીકનો છે કે એક જેવો લાગે છે. એક જેવો નથી. લંબાઈને ક્યાંના ક્યાંય જવાનું છે. છેડો લંબાઈને કયાંય દૂર નીકળી