________________
૨૯૮
રાજહૃદય ભાગ-૧૨ પ્રશ્ન એમણે પોતે વિચારવા માટે ઉઠાવ્યો છે. એમની દશામાં વૈરાગ્ય અને ઉપશમ તો હતા એ એમનું નિરૂપણ દેખાય છે. એમનું નિરૂપણ જોતાં વૈરાગ્ય-ઉપશમને સ્વીકારવા પડે અને બળવાન વૈરાગ્ય ઉપશમનો નકાર ન કરી શકાય. આ પરિસ્થિતિ તો સ્પષ્ટ જોવામાં આવે છે. આ એની દશા ઉપર ગયા એ. તો પછી “તેણે, કેવળ અસત્યનું નિરૂપણ કેમ કર્યું હોય એ આદિવિચારવા યોગ્ય છે.'
હવે અહીંથી આપણે વાત વિચારીએ. એવગેરે વિચારવાયોગ્ય છે. ત્યારે શું છે કે વૈરાગ્ય અને ઉપશમ મુમુક્ષુની ભૂમિકામાં ચારિત્રમોહને મંદ કરે છે. અને ચારિત્રમોહ મંદ હોય ત્યારે દર્શનમોહમંદ હોય જ એવો કોઈ નિયમ નથી. છે એવો કોઈ નિયમ? એ સિદ્ધાંત નથી. જેમ કે જેનના દ્રવ્યલિંગી મુનિ લ્યો,દિગંબર મુનિ લ્યો. ચારિત્રમોહકેટલો મંદ? કે એટલો બધો મંદ છે કે જેને લઈને એને શુભ આયુ ૩૧ સાગરનું નવમી રૈવેયક સુધીનું મળે છે. એ વખતે દર્શનમોહ તીવ્ર છે. ત્યાં નવમી રૈવેયકે જશે, પાછો એકેન્દ્રિય થાશે. કેમ એકેન્દ્રિય થયો? કે દર્શનમોહ મંદ નહોતો થયો અને દર્શનમોહ તીવ્ર હતો એટલે પાછા એકેન્દ્રિયના પરિણામ થઈ ગયા. ચારિત્રમોહ પણ તીવ્ર થઈ ગયો. દર્શનમોહ તો તીવ્ર હતો જ. જે Temporary અમુક સમય પૂરતો જે ચારિત્રમોહ મંદ થયો હતો એ પાછો તીવ્ર થઈ ગયો. એકેન્દ્રિયમાં ચાલ્યા ગયા. આ જીવનું એવું અનંત વાર થયું છે, એમ કહે છે. એ પ્રકારે ચારિત્રમોહ અત્યંત મંદ કરે, ઘણો મંદ કરે, અસાધારણ મંદકરે તોપણ દર્શનમોહતીવ્ર હોવાને લીધે જો એવું થાય છે તો અન્ય મત એટલે ગૃહીત મિથ્યાત્વનું કારણ શું છે? કે ચારિત્રમોહતો એનો મંદદેખાય છે. અન્ય મત, મત બીજો પડ્યો એનું કારણ શું છે? દર્શનમોહ છે. એમ કહેવું છે. એ દશા એની વિચારવા યોગ્ય છે. જો એવી રીતે તુલના કરો તો જ સમાધાન થાય એવું છે, નહિતર સમાધાન થાય એવું નથી.
આ જૈન સંપ્રદાયની વાત કરીએ તો જ્યારે શ્વેતાંબર છૂટા પડ્યા ત્યારે એ લોકોનો વૈરાગ્ય અત્યારે છે એના કરતા તો ઘણો આગળ (હતો). અત્યારે વૈરાગ્ય નથી દેખાતો. એ લોકો જંગલમાં રહેતા હતા. જ્યારે નગરની અંદર આવે, ગોચરી માટે આવે, આહાર માટે આવે ત્યારે ઝાડની છાલ વીંટાળી લે. બાકી પાછા જંગલમાં નગ્ન થઈને વિચરે. પરિગ્રહ નહોતા રાખતા. અત્યારે જે પરિસ્થિતિ છે એવી જુદા પડ્યા તે દિવસે નહોતી. તપશ્ચર્યા વગેરે ઘણી કરતા. પણ દેશ-કાળ અનુસાર આવો ફેરફાર કરવામાં સાધુપણું હોઈ શકે છે, થઈ શકે છે, આત્માને સાધી શકાય છે એ સિદ્ધાંતફેર થયો. ત્યાં મફેર પડ્યો. એમાં મતફેર પડી ગયો ને?