________________
પત્રાંક-૬૦૯
૨૯૫
પત્રાંક-૬૧૭
મુંબઈ, અષાડ વદ ૭, ૧૯૫૧
ૐ નમો વીતરાગાય સત્સંગનૈષ્ઠિક શ્રી સોભાગ,શ્રી સાયલા. તમારું તથા શ્રી લહેરાભાઈનું લખેલું પત્ર મળ્યું છે.
આ ભરતક્ષેત્રને વિષે આ કાળમાં કેવળજ્ઞાન સંભવે કે કેમ ? એ વગેરે પ્રશ્નો લખ્યાં હતાં, તેના ઉત્તરમાં તમારા તથા શ્રી લહેરાભાઈનાવિચાર, મળેલા પત્રથી વિશેષ કરી જાય છે. એ પ્રશ્નો પર તમને, લહેરાભાઈને તથા શ્રી ડુંગરને વિશેષ વિચાર કર્તવ્ય છે. અન્યદર્શનમાં જે પ્રકારે કેવળજ્ઞાનાદિનાં સ્વરૂપ કહ્યાં છે, તેમાં અને જૈનદર્શનમાં તે વિષયનાં સ્વરૂપ કહ્યાં છે, તેમાં કેટલોકમુખ્ય ભેદ જોવામાં આવે છે, તે સૌ પ્રત્યે વિચાર થઈ સમાધાન થાય તો આત્માને કલ્યાણના અંગભૂત છે; માટે એવિષય પર વધારે વિચાર થાય તો સારું.
અતિ એ પદથી માંડીને આત્માર્થે સર્વભાવ વિચારવા યોગ્ય છે, તેમાં જે સ્વસ્વરૂપપ્રાપ્તિના હેતુ છે, તે મુખ્યપણે વિચારવા યોગ્ય છે, અને તે વિચાર માટે અન્યપદાર્થના વિચારની પણ અપેક્ષા રહે છે, તે અર્થે તે પણ વિચારવાયોગ્ય છે.
એકબીજાં દર્શનનો મોટો ભેદ જોવામાં આવે છે, તે સર્વની તુલના કરી અમુક દર્શન સાચું છે એવો નિર્ધાર બધા મુમુક્ષુથી થવો દુષ્કર છે, કેમકે તે તુલના કરવાની ક્ષયોપશમશક્તિ કોઈક જીવને હોય છે. વળી એક દર્શન સવશે સત્ય અને બીજાં દર્શન સવશે અસત્ય એમ વિચારમાં સિદ્ધ થાય, તો બીજા દર્શનની પ્રવૃત્તિ કરનારની દશા આદિ વિચારવા યોગ્ય છે, કેમકે વૈરાગ્ય ઉપશમ જેનાં બળવાન છે તેણે, કેવળ અસત્યનું નિરૂપણ કેમ કર્યું હોય? એ આદિવિચારવા યોગ્ય છે; પણ સર્વ જીવથી આ વિચાર થવો દુર્લભ છે. અને તે વિચાર કાર્યકારી પણ છે, કરવા યોગ્ય છે, પણ તે કોઈ માહામ્યવાનને થવા યોગ્ય છે ત્યારે બાકી જે મોક્ષના ઇચ્છક જીવો છે, તેણે તે સંબંધી શું કરવું ઘટે ? તે પણ વિચારવા યોગ્ય છે.
સર્વપ્રકારનાં સવાંગ સમાધાન વિના સર્વકર્મથી મુક્ત થવું અશક્ય છે, એવો વિચાર અમારા ચિત્તમાં રહે છે, અને સર્વ પ્રકારનું સમાધાન થવા માટે