________________
૨૪૨
રાજહૃદય ભાગ-૧૨
તો એ બીજા જીવના પણ અંતરંગ પરિણામો જોઈ શકે. નહિતર શબ્દ પકડે અને અનર્થ કરે. પ્રવૃત્તિ પકડે અને અનર્થ કરે. કેમકે પોતાનું પરિણમન જ એવું સ્થૂળ છે. પોતાનું પરિણમન જ એવું સ્થૂળ છે એટલે શું થાય ? એને નુકસાન જથાય.
મુમુક્ષુઃ–જ્ઞાનીપુરુષ ભીડમાં નિર્મળદશા રાખે..
પૂજ્ય ભાઈશ્રી :– હા. તોપણ એની દશામાં તો નિર્મળતા છે ને. એટલે એ તો ભીડમાં વધારે નિર્મળતા આવે. પાત્રતાવાળાને અને જ્ઞાનીને ભીડમાં વધારે નિર્મળતા આવે. વચનામૃતમાં પૂજ્ય બહેનશ્રી'ની વાત આવી છે કે જેમ કોઈ બાળક છે. બજા૨ની અંદર ભીડ વધી જાય ત્યારે માતાનો સાડલો પકડીને ચાલતો હોય, જરાક વધારે મુઠ્ઠી વાળી લે. કેમકે કો’ક કો’ક એની સાથે અથડાઈ જતું હોય. એને એમ થાય કે હું અથડાઈને છૂટો પડી જઈશ. મારો હાથ છે એ છૂટી જશે. અને ચાલવાની ગતિમાં ફેર પડી જાય. અને ભીડમાં પછી દેખાય નહિ કે મા કયાં ગઈ. તો એને તો મા થી વિખુટુ પડવું એટલે જાણે એની તો આખી દુનિયા વઈ ગઈ. બાળકને એટલું બધું દુઃખ થાય છે. એટલે મા.. મા.. થઈ પડે પછી. એટલા માટે શું કરે ? જોરથી પકડી રાખે. જ્ઞાનીને પણ એ સંયોગોની ભીડ ઊભી થાય ત્યારે જોરથી પકડે છે.
મુમુક્ષુ :– આત્માને જોરથી પકડે છે ?
પૂજ્ય ભાઈશ્રી :– જોરથી પકડે છે. પુરુષાર્થ એ વખતે સહેજે ઉગ્ર થઈ જાય. એ બધા અંતર પરિણામો છે એ અંતરદૃષ્ટિ વિના (દેખાતા નથી). એટલે અહીં વિચારવાન શબ્દ વાપર્યો છે. એમ ન લીધું કે કોઈ વખત પ્રવૃત્તિ ક્ષેત્રમાં સત્તમાગમ વિશેષ લાભકારી થઈ પડે છે. એટલું ન લખ્યું. વિચારવાનને વિશેષ લાભકારી થઈ પડે છે. વિચારવાન શબ્દ લીધો છે. એટલે અંતર્દષ્ટિવાળો જીવ હોય તો. બહિર્દષ્ટિવાળો હોય તો નુકસાન કરી જાય, અંતર્દષ્ટિવાળો હોય તો લાભ કરી જાય. પ્રસંગ તો જે છે તે છે. મુમુક્ષુ :– અંતરદૃષ્ટિ એટલે મુમુક્ષુ જ છે ને.
-
પૂજ્ય ભાઈશ્રી :– મુમુક્ષુ પણ સારી પાત્રતાવાળો, વિશેષ પાત્રતાવાળો. મુમુક્ષુ તો મુમુક્ષુ તરીકે અનેક જાતની યોગ્યતાઓ હોય છે. કોઈ નામધારી મુમુક્ષુ હોય છે. કોઈની પાત્રતા સાધારણ હોય છે, કોઈની વિશેષ પાત્રતા હોય છે, કોઈની ઉત્કૃષ્ટ પાત્રતા હોય છે, કોઈની ગર્ભિત પાત્રતા હોય છે. અનેક પ્રકાર છે. એમાં વિશેષ ઉત્કૃષ્ટ પાત્રતાવાળો હોય એનું કામ છે આ. એટલે કોઈ કોઈને તો ના લખી નાખતા. બીજા સામાન્ય માણસો એમ લખે કે અમારે સત્ઝમાગમ અર્થે ‘મુંબઈ’ આવવું છે અને પૂછાવે કે આપની આજ્ઞા હોય તો આવીએ. તો ના લખે કે અત્રે તમારે આવવું નહિ. અમે નિવૃત્તિ ક્ષેત્રમાં આવશું