SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૦ રાજહૃદય ભાગ-૧૨ કરશો તો અડચણ નથી.’ આર્થિક કારણસર મુંબઈ આવેલા હતા. એટલે “સોભાગભાઈ' પણ એમાં માથું મારવાના હતા. એટલે કોઈને મળવું, હળવું એ જાતની કાંઈ આર્થિક વિષયની અંદર પણ કાંઈક પ્રવૃત્તિ કરવી એ ખ્યાલમાં આવી ગયું છે. એમને થયું કે આ સત્સમાગમ માટે આવે અને પાછું સાથે સાથે વેપારનું કામ કરી લ્ય. એક સાથે બે ઘોડે ચડવા જેવું થશે. એના કરતાં ન આવે એ સારું. સત્સમાગમમાં આવે ત્યારે પછી ધંધાનું કામ લે એ વ્યાજબી નથી. આ ભાવનાથી આવે અને ભેગું ભેગું આ કામ કરી લેશું. ચાલો આપણે એક પંથ દો કાજ થશે. મુંબઈ જશું તો વેપારનું કામ થઈ જશે અને આપણને સત્સંગ પણ મળી રહેશે. તો કહે છે, પરિણામનું ઠેકાણું નહિ રહે. એમ કહે છે. પરપરિણતિનાં કાર્ય કરવાનો પ્રસંગ રહે. પોતાને પરપરિણતિના કાર્ય કરવાનો પ્રસંગ રહે છે. અને સ્વપરિણતિમાં સ્થિતિ રાખ્યા કરવી...... પરપરિણતિના કાર્યો કરીએ છીએ એટલે આ બધા વ્યવસાયના. અને સ્વપરિણતિમાં સ્થિરતા કરવી તે ચૌદમા જિનની સેવા શ્રી આનંદઘનજીએ કહી છે તેથી પણ વિશેષદોહ્યલું છે. એમ કહે છે કે, જ્ઞાન થયા પછી પણ જ્ઞાનીને નિવૃત્તિ ઉપકારી છે, પ્રવૃત્તિ એટલી ઉપકારી નથી. અને એ પ્રવૃત્તિ તો ત્યારે ઉપકારી થાય કે જ્ઞાની એથી વિશેષ પુરુષાર્થ કરીને વિશેષ નિર્જરી કરે ત્યારે. નહિતર પ્રવૃત્તિ કરતાં કરતાં સ્વરૂપસ્થિરતા વધારવી એ ઘણું આકરું કામ છે, ઘણું કઠણ કામ છે. એટલે “આનંદઘનજીએ જે કહ્યું છે, “ધાર તરવારની સોહ્યલી, દોહ્યલી ચૌદમા જિન તણી ચરણસેવા. આ એના જેવું છે. એ અત્યારે પોતાને પ્રત્યક્ષ અનુભવમાં આવે છે. જ્ઞાનીપુરુષને નવ વાડ વિશુદ્ધ બ્રહ્મચર્યદશા વર્તે ત્યારથી જે સંયમસુખ પ્રગટે છે તે અવર્ણનીય છે. આ મુનિદશામાં આવે છે. નવ વાડ વિશુદ્ધ બ્રહ્મચર્ય છે એ મુનિદશાની અંદર નવ પ્રકાર, નવ વાડ એટલે નવ પ્રકાર લીધા છે, એવી જે દશા. ઉત્પન્ન થાય છે અને એ વખતે એમને જે આત્મસુખ પ્રગટે છે. સ્વરૂપમાં કેટલી લીનતા છે કે નવ પ્રકારના એમને વિકલ્પ ન આવે. એ વિકલ્પ એ પ્રકારની આકુળતા જાય. નવ પ્રકારે એવિકલ્પ ન આવે, એ વખતે એમને જે આત્મસુખ પ્રગટે છે એ તો અવર્ણનીય છે. એટલે મુનિદશાની અંદર જે સ્વરૂપશાંતિ, સ્વરૂપસુખ છે એ ચતુર્થ ગુણસ્થાનની અંદર જે સ્વરૂપસુખ છે એનાથી ઘણું આગળના દરજ્જાનું છે. એ તબક્કો જ કોઈ અસધારણ છે, એમ કહે છે. કેમકે ક્ષણે ક્ષણે તો એ નિર્વિકલ્પ સમાધિમાં જાય છેશુદ્ધોપયોગમાં ચાલ્યા જાય છે. એટલે સંસારના બધા જ કાર્યોના વિકલ્પ ન થઈ શકે
SR No.007187
Book TitleRaj Hriday Part 12
Original Sutra AuthorN/A
Author
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2014
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy