________________
૨૩૪
રાજહૃદય ભાગ-૧૨ એમાં કાંઈ ગૂંચવાડો થવાનું કારણ નથી. સમજે તો ગૂંચવાડો થવાનું કારણ નથી. અણસમજણથી ગમે એટલા ગૂંચવાડા થઈ શકે છે.
મુમુક્ષુ -પદાર્થ એક છે અને બે જુદી જુદી...
પૂજ્ય ભાઈશ્રી – બે જુદી જુદી જ્યાં રાગ છે ત્યાં ત્રિકાળી વસ્તુ નથી. ત્રિકાળી વસ્તુ છે એમાં રાગ નથી. પછી શું વાંધો છે? એકબીજામાં એકબીજા હોય તો તકલીફ થાય કે હવે કરવું શું? એટલા માટે તો દિવ્યદૃષ્ટિ પ્રકાશમાં એક પ્રશ્ન ચાલ્યો છે કે રાગને ભિન્ન પાડવો ને ? તો કહે છે, પણ એ ભિન્ન જ છે. રાગને ભિન્ન પાડવો એ સવાલ નથી. એ ભિન્ન જ છે. પણ તું એને અભિન્ન અનુભવે છો આ મુસિબત છે. બાકી રાગ તો ભિન્ન જ છે. એવો જવાબ આપ્યો છે. ભિન્ન છે એને ભિન્ન જાણે, ભિન્ન છે એને ભિન્ન અનુભવે એનું નામ જુદો પાડ્યો. બાકી છે તો જુદો જ.
ભલે બે લીટીમાં પત્ર લખ્યો હોય પણ જેને એ વાત લાગુ પડે, કેમકે આ તો વ્યક્તિગત પરિચય હતો, એટલે આ જીવને શું લાગુ પડે છે એ ઈ કહેતા હતા. જો જીવ અંતર અવલોકન કરે તો એને એ વાત લાગે કે એ બરાબર છે. જે વાત મારા ધ્યાનમાં નથી આવતી એ સપુરુષના જ્ઞાનમાં આવે છે. માટે મારે આ વાત સુધારવી છે. એ પણ ચર્ચા ચાલે. ઉપદેશ તો અનેકવિધ પ્રકારે છે. પોતાને તો એ લાગુ પડે છે એ શોધવું પડે છે. અને જીવ અનાદિથી એ માર્ગનું અને એ રીત અને એ પ્રકારથી અજાણ અને અંધ હોવાથી પોતે કયો ઉપદેશ અંગીકાર કરવો એ એને ખબર નથી પડતી. માટે સપુરુષનો આશ્રય કરતો જાય છે. એ એમ કહે છે કે તારે આમ કરવા જેવું છે અને તારે આમ કરવા જેવું નથી. એ ઉપદેશનો આખો ભંડાર જે શાસ્ત્ર છે એમાંથી એને જે દવા લાગુ પડે છે એ આપે છે. આ તો Medical store છે. દવાનો ભંડાર છે. પણ એને કઈ દવા ખાવાની ? ગમે તે ખાય તો ચાલે નહિ નુકસાન થઈ જાય. અહીંયાં સપુરુષનું મહત્ત્વ છે. પ્રત્યક્ષ યોગનું.
એમને એવો યોગ હતો. શ્રીમદ્જીમાં સંપર્કમાં જે જે મુમુક્ષુભાઈઓ આવ્યા એ એવા મહાભાગ્યશાળી હતા. લખે છે, મહાભાગ્ય સોભાગ્યભાઈ સોભાગ્યભાઈને મહાભાગ્ય તરીકે પણ વિશેષણ વાપર્યું છે. એ એમને કહેતા કે તમારે આમ ન કરવું, તમારે આમ કરવું. ગુરુદેવ જેવા જ્ઞાનીને વ્યક્તિગત ઉદય નહોતો, સમષ્ટીગત ઉપેદશનો ઉદય હતો. તો વ્યક્તિગત કોઈને નહોતા કહેતા કે તમારે આમ કરવું. ક્વચિત્ કોઈને કહેતો નસીબદાર સમજવા. અને પાત્ર હોય તો સવળું લે, અપાત્ર હોય તો એનું મનદુઃખાય(કે)મને આમ કીધું. એવું છે.