________________
પત્રક-૫૯૮
૨૨૭. એની શું સ્થિતિ હશે?
પૂજ્ય ભાઈશ્રી – અત્યારે અનાર્ય ગુણ્યા અનાર્ય થાય. એક વખત નહિ સો વખત ગુણી નાખો એવું છે. છેલ્લા ૯૦વર્ષમાં તો હજાર વર્ષમાં ફેરફાર થાય ને એટલો બધો ફેરફાર થઈ ગયો છે. એટલો ઝડપી કાળ ઉતરતો છે.
મુમુક્ષુ - સંગમાં રહેવાની જે પ્રવૃત્તિ ભાવ વિશેષ થઈ ગયા હોય એને અસંગમાં...
પૂજ્ય ભાઈશ્રી :- હા, એને એ સંગ છોડવો ગમતો નથી. જે ત્યાં સંગ છે એ સંગ છોડવો ગમતો નથી. સીધી વાત છે.
મુમુક્ષુ-સગવડતાનું લક્ષ પણ વધારે.
પૂજ્ય ભાઈશ્રી :- હા. સગવડતાનું, અનુકૂળતાનું. દૈહિક-દેહની સગવડતાનું. મુંબઈમાં સચવાય એવું બીજે ક્યાં સચવાય?નાના ગામડામાં જાય તો ધૂળ ઊડે. ત્યાં ધૂળ ન ઊડે. અહીંયાં ધૂળ ઊડે. ફરવા નીકળે તો ગામડામાં પગ ધૂળવાળા થાય. ત્યાં તો રસ્તા સારા સાફ કરેલા હોય, ધોયેલા મજાના.
મુમુક્ષુ –શરીર લક્ષે જ પરિણામ છે. પૂજ્ય ભાઈશ્રી:- શરીર લક્ષે પરિણામ છે.
(અહીંયાં, શું કહે છે? “એક આટલું અમારા ચિત્તમાં રહે છે કે... જુઓ ! એ પાંચસાત વર્ષ રહ્યા છે પણ “મુંબઈનો કેવો સરવાળો માર્યો છે ! કે આ ક્ષેત્ર સામાન્યપણે અનાર્ય ચિત્ત કરી નાખે તેવું છે. તેવા ક્ષેત્રમાં સત્સમાગમનો યથાસ્થિત લાભ લેવાનું ઘણું કઠણ પડે છે; કેમકે આજુબાજુના સમાગમો, લોકવ્યવહાર બધા ઘણું કરીને વિપર્યય રહ્યા...’ વર્ણન ચોખ્ખું ચોખ્યું છે ને ! “આજુબાજુના સમાગમો, લોકવ્યવહાર બધા ઘણું કરીને વિપર્યય રહ્યા, અને તે કારણથી ઘણું કરી કોઈ મુમુક્ષુ જીવ અત્રે ચાહીને સમાગમાર્થે આવવા ઈચ્છા કરતા હોય તેને પણ પ્રત્યુત્તર “ના” લખવા જેવું બને છે...” મોટા ભાગનાને તો અમે ના જલખી નાખી છે. તમારે અહીંન આવવું. તમે નિવૃત્તિ ક્ષેત્ર હોય ત્યાં આવજો, “મુંબઈ આવવું નહિ. આ ચોખ્ખી ના લખી નાખે.
મુમુક્ષુ - કેટલો વિવેક કર્યો છે ! મુમુક્ષુ માટે કેટલો વિવેક છે ! પ્રવૃત્તિમાં સત્સમાગમનો જે લાભ થવો જોઈએ એ નથી થતો?
પૂજ્ય ભાઈશ્રી – એ નથી થતો. અને એ ક્ષેત્ર જ એમને અનુકૂળ નથી લાગ્યું. સત્સમાગમ માટે એ ક્ષેત્ર એમને અનુકૂળ નથી લાગ્યું.
મુમુક્ષ - એવું જ પ્રવૃત્તિમય જીવન અહીંયાં કરી નાખે તો મુંબઈ જેવું જ થઈ