SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રાંક-૫૯૮ ૨૧૫ અમે સત્પુરુષને વધારે વજન દઈએ છીએ. નિજઆત્મા કરતાં સત્પુરુષને અમે વધારે સ્થાન આપીએ છીએ. કેમ ? કેમકે તું એને આધિન રહ્યો છો. એની દૃષ્ટિના કબજામાં તું આવી ગયો. તારા કબજામાં સત્પુરુષ નથી. સત્પુરુષની દૃષ્ટિના કબજામાં તું છો. દૃષ્ટિ કબજો લે છે ને ? દૃષ્ટિનું વર્ણન કરતા ‘સોગાનીજી’એ આ વાત કરી છે કે દૃષ્ટિ તો દ્રવ્ય ઉ૫૨ કબજો કરી લે છે. એવી એક વાત આવે છે. એ દૃષ્ટિનું પરિણમન બતાવવાનું ફળ છે. એ બીજી વાત થઈ. હવે એ વાત કરે છે કે, “અમે સત્પુરુષને ઓળખ્યા વિના તને ઓળખી શક્યા નહીં;...' આ અહીંયાં ૨હસ્ય છે. કોઈપણ જીવ પોતાના સ્વરૂપની ઓળખાણ સીધે સીધી કરી શકતો નથી. સત્પુરુષને ઓળખે પછી કરી શકે છે. સ્વરૂપનિર્ણય કે જે સમ્યગ્દર્શનનું અનન્ય કારણ છે. સ્વરૂપની ઓળખાણ કે જે સમ્યગ્દર્શનનું, સ્વાનુભવનું અનન્ય કારણ છે. એ કારણ પણ સત્પુરુષની ઓળખાણ વિના કોઈને પ્રગટતું નથી એમ કહે છે. આ વાત નાખી છે. કેમકે સત્પુરુષ વગર તો એને આ વાત જ મળવાની નથી. કેવી રીતે મળશે ? કોઈ એમ કહે કે પણ શાસ્ત્ર છે. પણ શાસ્ત્રની ઉત્પત્તિ સત્પુરુષથી છે. શાસ્ત્ર આવ્યા ક્યાંથી ? અમને શાસ્ત્રથી મળે. પણ એ શાસ્ત્રનો જનક કોણ છે ? શાસ્ત્રનો જનક કોણ છે ? શાસ્ત્રનો પિતા તો સત્પુરુષ છે. એટલે આખામાં વાત તો બધી સત્પુરુષમાં ચાલી જાય છે. જ એ સત્પુરુષને ઓળખ્યા વિના આત્માની ઓળખાણ ન થઈ, તારી ઓળખાણ ન થઈ, એ જ ‘અમને સત્પુરુષ પ્રત્યે પ્રેમ ઉપજાવે છે.’ વધારે આકર્ષણ ઉપજાવે છે કે તારા કરતાં એ વધારે સરળ છે. જેની સાથે સરળ હોય એની સાથે વ્યવહાર સીધો થાય. આડોડાઈ કરે એની સાથે સીધો વ્યવહાર ન થાય. કેવી રીતે થાય ? તો કહે કે પોતાના આત્મા કરતા સત્પુરુષ સરળ છે. એમ. કેવી રીતે સરળ છે ? મુમુક્ષુ :– પોતે તો વિપરીતતામાં ઊભો છે. = પૂજ્ય ભાઈશ્રી :– નહિ. મૂળ આત્મા. મૂળ સ્વરૂપ છે એ કયાં વિપરીત છે ? પણ પોતાનું આ જે મૂળ સ્વરૂપ છે એના કરતાં સત્પુરુષ સરળ છે એમ કહ્યું. કેવી રીતે કહ્યું ? કે તું ગુપ્ત રહ્યો છો અને ઓલા પ્રગટ થયા છે. એણે એટલી સરળતા કરી છે. એ વ્યક્ત થઈને બહા૨ આવ્યા છે. એ વ્યક્ત થઈને બહાર આવ્યા છે નહિ, અમને કહે છે કે આમ નહિ ને આમ હોય, આમ નહિ ને આમ હોય. એટલી સરળતા છે. ભાન ભૂલેલા એવા અમે. અમે તો આના જેટલું ભાન ભૂલ્યા છીએ. કાંઈ ખબર નથી. શું કરાય ? શું કર્તવ્ય છે અને શું અકર્તવ્ય છે એ અમને કાંઈ ખબર નથી. તો સત્પુરુષ સામેથી કહે છે કે એમ
SR No.007187
Book TitleRaj Hriday Part 12
Original Sutra AuthorN/A
Author
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2014
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy