________________
૨૧૨
ચજહૃદય ભાગ-૧૨
તા. ૨૩-૧૨-૧૯૯૦, પત્રાંક – ૫૯૮
પ્રવચન ન. ૦૭૯
પહેલો Paragraph . પછી તો “સોભાગભાઈને “મુંબઈ આવવા માટેની વાતચીત પહેલા Paragraphમાં પોતાની સમસ્યાનું પૂછી છે.
‘અલ્પકાળમાં ઉપાધિરહિત થવા ઇચ્છનારે આત્મપરિણતિને ક્યા વિચારમાં આણવી ઘટે છે કે જેથી તે ઉપાધિરહિત થઈ શકે ? એ પ્રશ્ન અમે લખ્યું હતું. લગભગ અઢી મહિના પહેલા આવો પ્રશ્ન “સોભાગ્યભાઈને એમણે લખ્યો છે. અલ્પકાળમાં એટલે શીધ્રપણે. અલ્પકાળનો અર્થ એ લેવો છે. જલ્દી-જલ્દી. વખત વધારે જાય એ એમને પોસાતું નથી. જે સમય વધારે જાય છે એ પોસાતું નથી. જીવનની પાછલી ઉંમરના આત્મકલ્યાણ માટે સમય આપશું એ વિચાર લૌકિકજનોનો હોય છે. અત્યારે તો ઘણા કામો હોય છે. પાછલી ઉંમરમાં કામ કરનારા પણ ઘરના બીજા તૈયાર થઈ ગયા હોય નાની ઉંમરના હોય એ અને પોતાનું શરીર પણ મર્યાદામાં શરીર શક્તિ આવી ગઈ હોય. કુદરતી નિવૃત્તિ હોય ત્યારે આત્મકલ્યાણનો પ્રયત્ન કરશું. લૌકિક રીતે એવું વિચારે છે. અહીંયાં તો ૨૭ વર્ષ પૂરા થયા. ૨૮ વર્ષની ઉંમરે એમ લખે છે કે આ બધી ઉપાધિ છોડી દેવી હોય તો મારે શું કરવું જોઈએ ? એવું હું શું કરું કે જેથી આ બધી ઉપાધિ છૂટી જાય ? એના માટે મારે શું કરવું જોઈએ ? આ પ્રશ્ન પૂછ્યો છે.
મુમુક્ષુ – અસંગપણાનો ભાવ?
પૂજ્ય ભાઈશ્રી – હા. સર્વસંગથી મુક્ત થઈને, સર્વ સંબંધથી પણ મુક્ત થઈને બાહ્યાભંતર અસંગદશા (રહે, અસંગદશા પણ બાહ્યાભ્યતર અસંગદશા. અંદરમાં તો અસંગદશા વર્તે છે પણ બહારની અસંગદશા નથી. અને એ વાત એમને પોસાતી નથી. “ભરત ચક્રવર્તીએ અરીસાભુવનમાં કેવળજ્ઞાન લીધું એ વાત પોતે પોતાને માટે લેતા નથી. પોતે તો ઉપાધિથી મુક્ત થવા માગે છે.
‘તેના ઉત્તરમાં તમે લખ્યું કે જ્યાં સુધી રાગબંધન છે ત્યાં સુધી ઉપાધિરહિત થવાતું નથી....” કોઈપણ જીવને, આપને કે કોઈપણ જીવને જ્યાં સુધી પોતાનો રાગ કોઈ બીજા સંયોગો સાથે, પ્રાપ્ત સંયોગો સાથે પ્રારબ્ધના ઉદય સાથે, લ્યોને, જ્યાં સુધી