SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૦ રાજહૃદય ભાગ-૧૨ પરિણમન સમજવું. એમ કહેવા માગે છે. કહેવાય તો ચોથું ને ચોથું ગુણસ્થાન. પાચમું ને પાચમું ગુણસ્થાન. છઠ્ઠ-સાતમું ને છઠ્ઠ-સાતમું ગુણસ્થાન કહેવાય. પણ એક ગુણસ્થાનના ભેદ કેટલા ? કે અસંખ્ય. સ્થૂળપણે વિભાગ પાડો તો ત્રણ. જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ. આ તો એકાવતારી જીવ છે. ‘શ્રીમદ્ રાજચંદ્રજી’નો આત્મા છે એ એકાવતારી છે. ચતુર્થ ગુણસ્થાનમાં ઉત્કૃષ્ટ ચતુર્થ ગુણસ્થાને છે. અને ત્યારે તો એમને એ પ્રશ્ન ઊઠે છે કે અલ્પકાળમાં છૂટવું હોય તો શું કરવું ? જ્ઞાનપ્રાપ્તિને હજી ચાર-પાંચ વર્ષ થયા છે. ભરયુવાન અવસ્થા છે. શરીરની અવસ્થા ઉંમરમાં નાની છે. મારે તરત છોડવું હોય તો શું કરવું ? એ કહો. ઠીક ! ચાંથી પ્રશ્ન ઉઠ્યો. એ પ્રશ્ન એક પ્રકારની યોગ્યતામાંથી ઉઠ્યો છે. આ મારી વર્તમાનમાં સમસ્યા છે. તમારા વિચારમાં કાંઈ વિશેષ વાત આવે છે ? પૂછવાનું કારણ એ છે. એવું હું શું કરું ? એવા આત્મપરિણતિને હું કયા વિચારમાં લાગ્યું ? કયા પ્રકારમાં લઈ આવું ? કે જેને લઈને શીઘ્રપણે ઉપાધિરહિત થઈ શકાય. એવું કાંઈ તમારા વિચારમાં આવે છે ? એવો કોઈ પ્રયોગ કરવા જેવો લાગે છે ? તો કરીએ આપણે તો. એ બળ છે. કાંઈ તમને દેખાય છે એ પ્રયોગ ક૨વા જેવો ? એમ પ્રશ્ન પૂછ્યો છે. એમણે શું છે કે General ઉત્તર આપ્યો છે. ઉત્તર બરાબર છે. જે માગે છે એ ઉત્તર નથી આપ્યો. એમણે આ જે ઉત્તર આપ્યો છે એ તો પોતાના જ્ઞાનમાં એ વાત છે કે આત્મપરિણતિ જેટલી બળવાન એટલું બંધન ઓછું અને આત્મપરિણતિ બળવાન ક૨વી જોઈએ. આત્મપરિણતિ બળવાન કરવા માટે શું કરવું જોઈએ ? કે વારંવાર સ્વરૂપને સ્પર્શવું જોઈએ. બુદ્ધિપૂર્વકનો અને અબુદ્ધિપૂર્વકનો બન્ને રાગ મટાડવા માટે સ્વશક્તિ સ્પર્શન. ‘અમૃતચંદ્રાચાર્યે' ૧૧૬મો કળશ પોતાની શક્તિને સ્પર્શતાનો લીધો છે. વારંવાર સ્પર્શતા એ દશા થાય છે. એ વાત એમના ખ્યાલમાં નથી એવું કાંઈ નથી. એ તો પૂછે કે અત્યારે હું બીજો કોઈ એવો પ્રયોગ કરું ? કે જેને લઈને આમ થઈ જાય ? એવું કાંઈ તમને સૂઝે છે. વર્તમાન સમસ્યા છે. આ ચાલતી પરિસ્થિતિની સમસ્યા છે. કોઈ કાયમી સમસ્યા નથી આ મારી. એ તો ખ્યાલ છે. આગળ વધતી જશેદશા તો આગળ વધતી જશે અને પૂર્ણ થઈ જશે એ તો ખ્યાલમાં છે. એ આપોઆપ થવાની છે. પણ એ થશે થશે એ ઉપર નથી (રહેવું). મને ચટપટી અત્યારે લાગી છે એનું શું કરવું ? એની વાત છે. મુમુક્ષુ :– આની પાછળમાં એ ભાવ હોય ને કે એ આને પણ પુરુષાર્થ જાગે.
SR No.007187
Book TitleRaj Hriday Part 12
Original Sutra AuthorN/A
Author
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2014
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy