________________
૨૦૪
રાજહૃદય ભાગ-૧૨ થાય છે કે આત્મદેવ અમને પ્રગટ્યો છે અને આ જ વિધિએ સંપૂર્ણ આત્મા પ્રગટે એવી અમને ખાત્રી છે. પણ તે કેવા પુરુષને? કોને પ્રગટે ? કોને પ્રગટ્યું હોવું જોઈએ ? એમ વિચાર કરતાં જિન જેવા પુરુષને પ્રગટવું જોઈએ એમ સ્પષ્ટ લાગે છે. એટલે કે જિનેન્દ્રદેવને આત્મસ્વરૂપ સંપૂર્ણ પ્રગટ્યું છે એ અમને ખાત્રી થઈ છે, વિશ્વાસ આવ્યો છે. આ વિશ્વમાં એ સિવાય કોઈને આત્મસ્વરૂપ સંપૂર્ણ પ્રગટ્યું હોય એ અમે માનવા તૈયાર નથી. હવે બધા મત એમાં આવી ગયા કે ન આવી ગયા? કયો મત બાકી રહ્યો?
મુમુક્ષુ-પુરુષને એટલે આત્માને? પૂજ્ય ભાઈશ્રી:- આત્માને.
“કોઈને પણ આ સૃષ્ટિમંડળને વિષે આત્મસ્વરૂપ સંપૂર્ણ પ્રગટવા યોગ્ય હોય તો શ્રી વર્ધમાન સ્વામીને વિષે પ્રથમ પ્રગટવા યોગ્ય લાગે છે...” જુઓ ! હવે અત્યારની વાત કરે છે, કે હમણાંના કાળનો વિચાર કરીએ તો “વર્ધમાનસ્વામી યાદ આવે છે. એમના જેવા કોઈ પુરુષાર્થતંત વીરપુરુષને અમને જોવામાં આવતા નથી. અને આ કાળને વિષે એ સ્પષ્ટ છે કે એ તીર્થાધિનાથ છે. એમણે જે ૩૦ વર્ષની ઉંમરે પુરુષાર્થ ઉપાડ્યો, સાડા બાર વર્ષ પછી જે કેવળજ્ઞાનની પ્રાપ્ત કરી, ૭૨ વર્ષના આયુષ્યમાં આ નજીકના કાળમાં એમના સ્વરૂપનો વિચાર કરીએ, ત્યારે તો આ છેલ્લા ત્રણેક હજાર વર્ષની અંદર એ અમને જોવામાં આવતા નથી. અમને પહેલો નંબર એમનો દેખાય છે. એનો અર્થ એ થાય છે, કે ભગવાન “મહાવીરસ્વામીનું અત્યંતર સ્વરૂપ એમના જ્ઞાનમાં કેટલું બધું સ્પષ્ટ હતું ! આપણે તો નામથી જાણીએ છીએ કે “મહાવીર ભગવાન આપણા તીર્થંકર થઈ ગયા અને એમના શાસનમાં અત્યારે આપણે છીએ. એ નામનિક્ષેપે છે. આ ભાવનિક્ષેપે છે. એમના ગુણ જોવે છે.
કોઈને પણ આ સૃષ્ટિમંડળને વિષે...' અત્યારે વિચાર કરીએ છીએ ત્યારે આત્મસ્વરૂપ સંપૂર્ણ પ્રગટવા યોગ્ય હોય તો...' સૌથી પહેલા. પ્રથમ પ્રથમની વાત લીધી. પછી બીજાને નથી પ્રગટ્યું એમ નથી કહેતા. પણ પહેલો નંબર અમને વર્ધમાનસ્વામીનો દેખાય છે. અથવા તે દશાના પુરુષો કોઈ થાય તો સૌથી પ્રથમ સંપૂર્ણ આત્મસ્વરૂપ એવા આત્માઓને પ્રગટવા યોગ્ય છે. જોકે એમણે ભગવાન વર્ધમાનસ્વામીનું નામ એટલા માટે લીધું છે, કે વિદ્યમાન સંપ્રદાયો જે પ્રાચીન અને અર્વાચીન જે જે સંપ્રદાયો છે એમાં કેટલાક પ્રાચીન સંપ્રદાયો છે, કેટલાક નવા થયેલા અર્વાચીન સંપ્રદાયો છે, પણ એ પ્રાચીન સંપ્રદાયોને જોતા અને ભગવાન મહાવીરસ્વામીને જોતા એની સાથે કોઈ આવે એવું લાગતું નથી. એમ કરીને વાતને