________________
૧૯૮
રાજહૃદય ભાગ–૧૨ લાગી શકતું નથી. એમાં વિપર્યાસ જોવામાં આવે છે.
એમ પણ બને....” હવે પોતે પોતાના ઉપર શંકા કરે છે, કે આવા મહાન પુરુષો એનામાં થઈ ગયા અને છતાં તમે એમ કહો કે નહિ એમાં વિરુદ્ધતા છે. અવિરુદ્ધ નથી એટલે વિરુદ્ધતા છે. એ તો પોતે ભાષા એવી વાપરે છે કે એમાં સાંગોપાંગ પણ અવિરુદ્ધપણું જોવામાં આવતું નથી. એમ લાગતું નથી કે એ ચર્યા સ્પષ્ટપણે અવિરુદ્ધ છે. એટલે કે વિરુદ્ધ છે. વિરુદ્ધ છે. તો હવે એ પોતે પોતા ઉપર શંકા ઉઠાવે છે. કે માનો કે કોઈ વેદાંતી પછી મને એમ કહે, મારા ઉપર શંકા કરે કે “એમ પણ બને કે વખતે વિચારના કોઈ ઉદયભેદથી વેદાંતનો આશય બીજે સ્વરૂપે સમજવામાં આવતો હોય.” એમણે તો બરાબર વાત કરી હોય પણ તમારા સમજવામાં ફેર થયો હોય. કેમકે તમારો ઉદય એવો હોય. પરિણામમાં એવી જાતનો ઉદય હોય કે તમને સમજણફેર થઈ જતો હોય. જેમ જૈનના સાસ્ત્રો વાંચતા સમજણફેર થાય છે એમ વેદાંતના સત્રાસ્ત્રો વાંચતા તમને સમજણફેર થતો હોય. એવું કાંઈ બનતું હોય તો ? એ પ્રશ્ન ઉઠાવ્યો છે. એટલે એક વાતને સ્પષ્ટ કરવામાં પોતાની જાત ઉપર શંકા મૂકીને પછી સ્પષ્ટીકરણ આપે છે.
કે વખતે વિચારના કોઈ ઉદયભેદથી વેદાંતનો આશય બીજે સ્વરૂપે સમજવામાં આવતો હોય અને તેથી વિરોધ ભાસતો હોય,...” કે આમાં વિરુદ્ધતા છે. એવી આશંકા... કરીને પણ. એવી આશંકા કરીને પણ. એટલે એ પડખું જાણ્યા બહાર જવા નથી દીધું. અજાણ્યા એ વાતમાં નથી ચાલતા. “એવી આશંકા પણ ફરી ફરી ચિત્તમાં....” એ તપાસી છે. એ વાત વિચારી છે એટલે તપાસી લીધી છે. એ રીતે તપાસી લીધી છે. એટલું જ નહિ, હવે એથી આગળ જઈને વાત કરે છે.
વિશેષ વિશેષ આત્મવીર્ય પરિણમાવીને તેને અવિરોધ જોવા માટે વિચાર કર્યા કરેલ છે, શું કહે છે? આત્મવીર્ય એટલે આત્માનો જે પુરુષાર્થ છે એમાં પરિણમીને. વિશેષપણે આત્મપુરુષાર્થ કરીને પછી પાછી એ વાતને વિચારી છે કે આમાં વિરોધ છે કે અવિરોધ છે ? મારા પુરુષાર્થને આગળ વધવાની સાથે આને અવિરોધપણું લાગે છે કે વિરોધપણું પામે છે? શું કહે છે કે એક તર્કણા અને વિચારણાનો વિષય છે એ એક વિભાગ છે. એક અનુભવ પદ્ધતિનો વિષય છે એ એક બીજો વિભાગ છે. તો માત્ર તર્ક વિચારણાથી એના વિરોધપણાને અમે સાબિત નથી કરતા. અમે અમારા પુરુષાર્થના પ્રયોગથી આગળ વધીને પછી એની સાથે મેળવીએ છીએ કે મેળ ખાય છે કે નહિ? એ રીતે પણ તપાસ્યું છે. તો અમને લાગ્યું છે કે આ અવિરોધ નથી,વિરોધ આવે છે.