________________
પત્રાંક-૫૯૩
૧૬૭
છે. એનું કા૨ણ તેનું મિથ્યાત્વ છે. અહીંયાં દુઃખી છે એનું કારણ મિથ્યાત્વ જ છે આમ તો. પણ આપણે તો આ જગ્યાએ કયાં ભૂલ સુધારવી છે એટલું વિચારવું છે. કે શરીરની વેદના આવી અને આપણે શરીરથી આત્મા ભિન્ન છે એમ જાણ્યું છે. વેદના કાળે એ સમજણનું શું કરીએ છીએ આપણે ? સમજણનો ઉપયોગ કરીએ છીએ કે નહિ ? આ ઉપયોગ નથી કરતા એ ભૂલ છે.
ઉદયકાળે સમજણનો ઉપયોગ કરીએ તો ભૂલ સુધરે અને સમજણનો ઉપયોગ ઉદય કાળે ન કરીએ તો ભૂલ ન સુધરે. દ્રવ્યલિંગી સમજે છે કે શરીર અને આત્મા ભિન્ન છે પણ એ જે પંચમહાવ્રતની ક્રિયા પાળે છે એમાં શરીરનો સંયમ છે. અને એમાં એને હુંપણું થાય છે. ત્યાં જ્ઞાન લાગુ નથી થતું. સમજણ અધ્ધર રહી જાય છે. પછી રાગથી આત્મા ભિન્ન છે અને મંદ કષાયનો રાગ થાય છે, વિકલ્પ થાય છે એમાં હુંપણું વેદાય છે. ત્યાં સમજણ નથી લાગુ થતી. જે સમજ્યો છે એ તો સાવ જાડી સમજણ છે. આમાં સૂક્ષ્મ શું છે ? દેહથી આત્મા ભિન્ન છે, રાગથી આત્મા ભિન્ન છે, તો પછી બીજા પદાર્થોથી તો ભિન્ન છે, કહેવાની જરૂ૨ નથી. તો પછી આટલી મોટી જાડી સમજણ છે એટલી સમજણને પણ જો આપણે લાગુ ન કરવી હોય તો એ સમજણ કરવાનો અર્થ શું છે ?પ્રયોજન શું છે ? હેતુ શું છે ? હું સમજ્યો છું એમ દેખાડવાનો હેતુ છે ? હેતુ શું છે એ તો કહો. એ તો નિરર્થક વસ્તુ થઈ ગઈ. જેનો કાંઈ ઉપયોગ નથી એ વસ્તુ તો નકામી થઈ ગઈ. જે ચીજ કામમાં ન આવે એ નકામી. સીધી-સાદિ વાત છે. બસ ! અહીંથી ભૂલ સુધરે છે.
સમજણને લાગુ કરે એનું નામ પ્રયોગ. ઉદયમાં લાગુ કરે એનું નામ પ્રયોગ અને પ્રયોગ કરે એની ભૂલ રહે નહિ. Guranteed વાત છે. એમાં એક જીવ નિષ્ફળ જાય એવું નથી. કેમ કે આ તો જીવનો સ્વભાવ છે. ગણિતમાં ભૂલ પડે, સ્વભાવમાં ભૂલ ન પડે. એક ને એક બેમાં કો'ક દિ' ભૂલ પડે. સ્વભાવમાં ભૂલ ન પડે. અહીંથી ભૂલ સુધારવાની છે. હવે પ્રયોગ કરીને કહો કે અહીંયાં મને તકલીફ પડે છે, કે અહીંયાં મારી ભૂલ નથી સુધરતી, તો આપણે એના જવાબદાર છીએ. ચાલો, જામીનગીરી લખવા તૈયાર છીએ, એના જામીન થવા તૈયાર છીએ. માત્ર સાંભળ્યા સાંભળ કરવું કે માત્ર વાંચ્યા વાંચ ક૨વું અને એ પછી બધું અધ્ધર રહી જાય એ તો નિરર્થક જ છે અને નકામું
જછે.
મુમુક્ષુ :– ૪૫ વર્ષ ‘ગુરુદેવે' આ એક જ વાત સમજાવી છે.
=
પૂજ્ય ભાઈશ્રી :– બહુ સરસ સમજાવી છે.