________________
૧૬૫
પત્રાંક-૫૯૩
એનું નામ તો સ્વાધ્યાય નથી.
મુમુક્ષુ :– ચંદ્રના પ્રતિબિંબથી સમુદ્રમાં જેમ જ્વાર આવે, એવી રીતે પુરુષાર્થની મૂર્તિ, સજીવન મૂર્તિ છે એને જોવાથી આ જીવમાં પુરુષાર્થ કેમ ન આવે ?
પૂજ્ય ભાઈશ્રી :– ભરતી આવે, પુરુષાર્થની ભરતી આવે જ, આવે જ આવે. મુમુક્ષુ :– સામે પુરુષાર્થની મૂર્તિ છે.
=
પૂજ્ય ભાઈશ્રી :– અનંત વીર્યનો પિંડ છે. પર્યાયમાં ભરતી આવ્યા વિના રહે નહિ. અને પર્યાયનો સ્વભાવ એ છે કે, જેની સન્મુખ થાય એમાં તદાકાર થાય. જેની સન્મુખ થાય, જે શેયને લક્ષમાં લે એમાં તદાકાર થાય એ તો એનો સ્વભાવ છે. ઊંધાઈમાં એમ કરે છે. દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી ભિન્ન પદાર્થોમાં તદાકાર થાય છે કે જે સ્વચતુષ્ટયથી ભિન્નભિન્ન છે. એના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ બધાય જુદા છે. આ તો પોતે જ અભેદ સ્વરૂપે છે. પછી કેમ તદાકાર ન થાય ? પોતે જ અભેદ સ્વરૂપે છે પાછો. એ પર્યાય પોતાનું ભાન ભૂલીને તદાકાર થાય છે. પર્યાય પર્યાયત્વ ભૂલીને તદાકાર થાય છે. કેમકે પોતે છે માટે. એટલે અહીંયાં સહજતા આવે છે. હવે કહે છે...
મુમુક્ષુ :– દ્રવ્યલિંગી(એ) ભાવલિંગી પાસેથી દીક્ષા લીધી. એને દર્શનમોહ એટલે શ્રદ્ધાની ભૂલ. નવ તત્ત્વ જાણ્યા, શાસ્ત્રવાંચન કર્યાં બધું કર્યું. ઓલાની એટલી ભૂલ થઈ જાય તો અમારા જેવાને તો મતલબ કાં...
પૂજ્ય ભાઈશ્રી :– એવું નથી. એમ તો ચકલાં-દેડકાને ભૂલ થાતી નથી.
=
(આ માર્ગમાં) યથાર્થ રીતે ચાલવું પડે છે, બીજું કાંઈ નથી. એક બહારનું બહાર બધું કરે છે. દ્રવ્યલિંગી પર્યંત બહા૨ને બહાર બધું કરે છે. આ પહેલેથી અંદર બધું શરૂ કરે છે. બસ ! આટલો જ ફેર છે. કાર્યક્ષેત્ર અંદ૨નું છે કે બહારનું ? બસ ! એટલે એવું નથી કે દ્રવ્યલિંગી ભૂલ કરે તો આપણે તો વારો જ ન આવે. એવું કાંઈ નથી. વિચારવાનું એ છે કે ચકલા-દેડકાને સમ્યગ્દર્શન થયું તો એણે શું કર્યું અને થયું ? અને દ્રવ્યલિંગીને ન થયું તો શું ન કર્યું તો થયું ? આ એક પ્રશ્નમાં અનંત અર્થ સમાયેલો છે.
મુમુક્ષુ :– આ જીવમાં એવી તાકાત પડી છે કે સવળો થવામાં એક સમય જ લાગે.
પૂજ્ય ભાઈશ્રી :– એક સમય લાગે. બીજો સમય ન લાગે. ગમે ત્યારે પડખું ફેરવવાનું છે. એ તો પર્યાય આમ જાય છે, એ આમ થાય છે. સમય સમયની પર્યાય છે.
મુમુક્ષુ :– ચકલા-દેડકાની વાત તો શાસ્ત્ર વાંચીને સમજ થઈ ગયું. અમારે ક્યાં દર્શનમોહની ભૂલ થઈ જાય છે . દ્રવ્યલિંગીમાં ભૂલ રહી ગઈ, ચકલામાં ભૂલ રહી ગઈ, અમારી કાં ભૂલ રહી?