________________
પત્રાંક-૫૯૩
૧૫૭.
તા. ૧૯-૧૨-૧૯૯૦, પત્રક – ૫૯૩
પ્રવચન નં. ૨૭૬
જે સમયે ગ્રંથિભેદ થવા સુધી આવવાનું થાય છે ત્યારે ક્ષોભ પામી પાછો સંસારપરિણામી થયા કર્યો છે. ત્રણ કરણમાં આવી જાય તો તો ગ્રંથિભેદ થઈ જાય પણ એ પહેલા જ એ પાછો વળી ગયો છે. કહેવાનો એ અભિપ્રાય છે, કે જે પુરુષાર્થથી એણે ઉપડવું જોઈએ એ પુરુષાર્થથી તે ઉપડ્યો નથી. કેમકે પછી તરત જ એ વીર્યગતિની વાત લે છે.
મુમુક્ષુ –માતાજી કહેછે ને થોડા પુરુષાર્થ માટે અટક્યો.
પૂજ્ય ભાઈશ્રી - થોડા પુરુષાર્થ માટે એ પણ આવે છે. પુરુષાર્થ શરૂ કરીને થોડા પુરુષાર્થ માટે અટક્યો. એનું કારણ એ છે કે જે ગતિએ પુરુષાર્થ કરવો જોઈએ એ ગતિએ પુરુષાર્થ નથી કર્યો એ જ વાત કરે છે. - “ગ્રંથિભેદ થવામાં જે વીર્યગતિ જોઈએ તે થવાને અર્થે જીવે નિત્યપ્રત્યે સત્સમાગમ, સદ્દવિચાર અને સગ્રંથનો પરિચય નિરંતરપણે કરવો શ્રેયભૂત છે.’ એટલે જે રીતે એણે પુરુષાર્થ કરીને ઉપડવું જોઈએ એટલા તીવ્ર ગતિથી જો જીવ નથી ઉપડતો તો સારી રીતે કષાય મંદ થયો હોય, સારી રીતે દર્શનમોહ મંદ થયો હોય, તોપણ પાછો જીવ પાછો પડી જાય છે, ક્ષોભ પામી જાય છે. વળી પાછો એની એ પરિસ્થિતિમાં આવતા વાર લાગતી નથી. એટલે ગ્રંથિભેદ થવામાં જે વીર્યગતિ જોઈએ, જે પ્રકારની વીર્યગતિ જોઈએ, જેટલા પ્રમાણમાં વીર્યગતિ જોઈએ એટલો પુરુષાર્થનો ઉપાડનથી હોતો.
બતે થવાને અર્થે જીવે નિત્યપ્રત્યે.જોયું ? “નિત્યપ્રત્યે સત્સમાગમ...” જોઈએ. સત્સમાગમ જોઈએ, સત્સમાગમમાં જે કાંઈ વિષય ચાલે એનો સવિચાર જોઈએ અને સત્સમાગમ ઉપરાંત... સત્સમાગમ તો નિરંતર મળે નહિ, તો પછી બાકીના સમયમાં સગ્રંથનો પણ પરિચય રાખવો જોઈએ. કેમકે ઉપયોગ તો તારો અંદર આવતો નથી. ઉપયોગ બહાર જાય છે. બહાર જાય છે ત્યાં જો સત્સમાગમ ન હોય, વિચારમાં સદ્વિચારન હોય કે નિમિત્તપણે સદ્દગ્રંથ ન હોય, પછી તો કોઈ પરિસ્થિતિ સારી નથી.