________________
૧૫૧
પત્રાંક-૫૯૭ મોહમાં બંને લઈ લેવા. પણ એ પોતે ભેદ નથી પાડતા. કેમકે અહીંયાં વિષય એટલો સૂક્ષ્મતાથી નથી કાંતતા. આ તો પ્રારંભિક છે. સાત-આઠ અધ્યાય સુધી તો પ્રારંભ કર્યો છે. એને તો ઘણું લાંબુ લખવું હતું. જે અંદરમાં ભર્યું હતું એ તો હજી ગ્રંથનો વિસ્તાર કરતા લખવાના હતા), આગળ કહેશે.
નંબર ત્રણ. “શ્રી જિનેન્દ્રદેવદ્વારા ઉપદેશેલા તત્ત્વનું ધારણ થવું, તેનો વિચાર થવો. તે દેશનાલબ્ધિ છે. દેશના ધારવી. ધારેલી એનો વિચાર કરવો, ધારણામાં લઈને એનો વિચાર કરવો. એપરલક્ષી ધારણામાં દેશનાલબ્ધિ ઉત્પન્ન થાય છે.
મુમુક્ષુ-તત્ત્વ જેમ છે તેમ ધારવું.
પૂજ્ય ભાઈશ્રી:- હા. વિરુદ્ધ ધારણાનો તો પ્રશ્ન જ નથી. એ તો વિપર્યાસ ઘણો બતાવે છે. એ વાત અહીંયાં નથી. જેમ છે એમ ધારે, બરાબર ધારે.
નરકાદિકમાં જ્યાં ઉપદેશનું નિમિત્ત ન હોય ત્યાં તે પૂર્વસંસ્કારથી થાય છે.” દેશનાલબ્ધિ. એણે પૂર્વસંસ્કારમાં પહેલાં લીધેલી છે દેશનાલબ્ધિને પછી “કર્મોની પૂર્વસત્તા ઘટી અંત:કોડાકોડીસાગર પ્રમાણે રહી જાય...” એમાં દર્શનમોહની જે વધારેમાં વધારે ૭૦ ક્રોડાક્રોડીની સ્થિતિ) છે, દર્શનમોહ અંત:કોડાકોડીમાં આવી જાય. “નવીનબંધ પણ અંત:કોડાકોડીસાગર પ્રમાણે સંખ્યામાં ભાગમાત્ર થાય તે પણ એ લબ્ધિકાળથી માંડીને ક્રમથી ઘટતો જ જાય. અને કેટલીક પાપ પ્રવૃત્તિઓનો બંધ ક્રમથી મટતો જાય. આ પ્રાયોગ્યલબ્ધિ છે. પ્રાયોગ્ય એવો શબ્દ છે એમાં યોગ્ય, લબ્ધિ એટલે પ્રાપ્તિ. યોગ્યતાની પ્રાપ્તિ. પ્રા એટલે વિશેષ કરીને. વિશેષ પ્રકારની યોગ્યતાની પ્રાપ્તિ અને પ્રાયોગ્યલબ્ધિ કહેવામાં આવે છે.
અને કેટલીક પાપ પ્રકૃતિઓનો બંધ ક્રમથી મટતો જાય; ઇત્યાદિ.' ઇત્યાદિ એટલે ઘણું ઘણું એમ કરીને લઈ લીધું. યોગ્ય અવસ્થા થવીએટલે મુમુક્ષુપણું કાંઈક આવવું, થવી તેનું નામ પ્રાયોગ્યલબ્ધિ છે. એ ચારે લબ્ધિ ભવ્ય તથા અભવ્ય બંનેને હોય છે.’ લ્યો, ઠીક ! ચાર લબ્ધિ આવે તો એણે હજી અભવ્ય કરતાં કાંઈ વધારે કરી લીધું નથી. “એ ચાર લબ્ધિઓ થયા પછી સમ્યકત્વ થાય તો થાય અને ન થાય તો ન પણ થાય એમ શ્રી લબ્ધિસાર ગાથા-૩માં કહ્યું છે....... ફૂટનોટમાં લીધું છે કે લબ્ધિસાર ગાથા-૩૫છે.
માટે એ તત્ત્વવિચારવાળાને સમ્યકત્વ હોવાનો નિયમ નથી.” તત્ત્વવિચાર કરે માટે એને સમ્યગ્દર્શન થઈ જ જાય. એવો કોઈ નિયમ નથી. તત્ત્વવિચારવાળાને સમ્યગ્દર્શન થાય વા ન થાય. બે વાત લઈ લીધી છે. અને એ તો સ્પષ્ટ વાત છે. બીજાને