________________
૧૪૯
પત્રાંક-૫૯૩. બતાવે છે. અને એ પાત્રતા ખોજને લઈને ઊભી થઈ છે. એ પાત્રતા ખોજને લઈને ઊભી થઈ છે.
સોગાનીજીને ધમપછાડા ઓછા હતા? એમનું તો જીવનચરિત્ર બધાએ વાંચ્યું હશે. ગુરુદેવને મળ્યા પહેલા કેટલી મહેનત કરી છે? સપુરુષ વગર નકામું છે. માથું ફાટી જાય નહિ પ્રાણ છૂટી જાય એટલા ધમપછાડા કર્યા છે. રાતોના રાતો ઉજાગરા કર્યા છે. ઘરમાં એક અગાસી હતી. રાતે ઉંઘ આવે નહિ એટલે આંટા મારે. જેમ કોઈને પેટમાં શૂળ થઈ હોય કે માથામાં શૂળ થઈ ગયું હોય ને આમ આંટા મારવા પડે એમ આંટા માર્યા છે. રાતોની રાત સુધી. રસ્તો સૂઝે નહિ. આ એક સેકન્ડમાં વાણી સાંભળી ને રસ્તો સૂઝી ગયો. આ સપુરુષનો ચમત્કાર છે! એટલે એ તો પોકારી પોકારીને પોતે કહે છે એ વાત.
એ બહુ મહત્ત્વનો વિષય છે કે આ કાળમાં જે ધરતી ઉપર કોઈ વિદ્યમાનતા હોય તો એ આખી જુદી જવાત થઈ જાય છે. નહિતર રસ્તો નથી. એ પ્રશ્ન ત્યાં વવાણિયામાં આવ્યો કે આ બધું સમજાય પણ સત્યરુષ વગર થાય? કેમકે સ્પષ્ટતા ઘણી છે. વર્તમાનમાં સ્પષ્ટતા ઘણી થઈ છે. સપુરુષ વગર શું? એ પ્રશ્ન ઊભો થયો. વાત તો બરાબર છે. પુરુષ વગર પત્તો ખાય એવું નથી. કેમકે જે છેલ્લો રહસ્યનો મુદ્દો છે એ બે વાત સાથે માગે છે. એક બાજુની તથારૂપ પાત્રતા, બીજી બાજુ પુરુષનો યોગ. બસ ! આ બે વાત સાથે માગે છે. એ વાત સાથે થઈ એને કામ થયું નથી એવો અપવાદમાં માટે એક Case નથી અનંતામાં. એવો એકેય Case નથી. થાય, થાય ને થાય જ..
મુમુક્ષુ :- કરણલબ્ધિની વાત જે આવે છે, આપણે જોયું ને ? “મોક્ષમાર્ગ પ્રકાશકમાં, એત્રણ કઈ રીતે છે?
પૂજ્ય ભાઈશ્રી:- ત્યાં તો એટલું બધું સૂક્ષ્મતાથી નથી લીધું. કેમકે ગ્રંથ તો પોતે વિસ્તારથી પછી લખવાના હતા પણ...
મુમુક્ષુ -લબ્ધિસારમાં જાણી લેવું... પૂજ્ય ભાઈશ્રી:- ચાર લબ્ધિ છે ને? પ્રાયોગ્યલબ્ધિ, દેશનાલબ્ધિ... એમ ચાર લબ્ધિ છે.
મુમુક્ષુ યથાપ્રવૃત્તિકરણ સુધી અનંતવાર આવે. પૂજ્ય ભાઈશ્રી:-પાનું મળવું મુશ્કેલ છે. Try કરી જોઈએ. મુમુક્ષુ – આઠમા અધ્યાયમાં છે?