SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ રાજહૃદય ભાગ-૧૨ પત્રાંક-૫૯૩ મુંબઈ, વૈશાખ સુદ ૧૫, બુધ, ૧૯૫૧ આત્મા અત્યંત સહજસ્વસ્થતા પામે એ જ સર્વજ્ઞાનનો સાર શ્રી સર્વશે કહ્યો અનાદિકાળથી જીવે અસ્વસ્થતા નિરંતર આરાધી છે. જેથી સ્વસ્થતા પ્રત્યે આવવું તેને દુર્ગમ પડે છે. શ્રી જિને એમ કહ્યું છે, કે યથાપ્રવૃત્તિકરણ સુધી જીવ અનંતી વાર આવ્યો છે, પણ જે સમયે ગ્રંથિભેદ થવા સુધી આવવાનું થાય છે ત્યારે ક્ષોભ પામી પાછો સંસારપરિણામી થયા કર્યો છે. ગ્રંથિભેદ થવામાં જે વીર્યગતિ જોઈએ તે થવાને અર્થે જીવે નિત્યપ્રત્યે સત્સમાગમ, સદ્વિચાર અને સગ્રંથનો પરિચયનિરંતરપણે કરવો શ્રેયભૂત છે. આ દેહનું આયુષ્ય પ્રત્યક્ષ ઉપાધિયોગે વ્યતીત થયું જાય છે. એ માટે અત્યંત શોકથાય છે, અને તેનો અલ્પકાળમાં જો ઉપાયન કર્યો તો અમ જેવા અવિચારી પણ થોડા સમજવા. જે જ્ઞાનથી કામ નાશ પામે તે જ્ઞાનને અત્યંત ભક્તિએનમસ્કાર હો. આ. સ્વ. યથા. તા. ૧૮-૧૨-૧૯૯૦, પત્રાંક – ૧૯૩ પ્રવચન નં. ર૭૫ “શ્રીમદ્ રાજચંદ્ર' વચનામૃત, પત્ર-૫૯૩.પાનું-૪૬ ૨. આત્મા અત્યંત સહજ સ્વસ્થતા પામે એ જ સર્વ જ્ઞાનનો સાર શ્રી સર્વશે કહ્યો છે. સર્વજ્ઞાનનો સાર કહો, બાર અંગનો સાર કહો, સર્વશ્રુતજ્ઞાનનો સાર કહો. એ છે કે આત્મા સહજપણે પોતાના સ્વરૂપસ્થિરતાના પરિણામને પ્રાપ્ત થાઓ. પોતાના સ્વરૂપમાં સહજપણે આત્મા રહે, સર્વ ગુણોના પરિણામ સ્વરૂપને વિષે એકાગ્ર થાય, સર્વ ગુણોના પરિણામ સ્વરૂપને જ ભજે, સ્વરૂપને વિષે જ લાગ્યા રહે. અને એવી સહજ સ્થિતિ થાય એ સર્વ જ્ઞાનનો સાર છે.
SR No.007187
Book TitleRaj Hriday Part 12
Original Sutra AuthorN/A
Author
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2014
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy