________________
૧૩૬
રાજહૃદય ભાગ-૧૨ સમયસારમાં ધોબીનું દૃષ્ટાંત આવે છે ને ? કોઈનું કપડું આવી ગયું. બરાબર છે. આપણું નથી. આપી જયે. એના ઉપર મમત્વ કરે નહિ. બીજાની વસ્તુ પોતાથી ગ્રહણ થઈ હોય, તે જ્યારે એમ જણાય કે બીજાની છે,” એમ આ આત્મા સિવાય બધા પદાર્થો પર છે એમ જ્યારે જણાય ત્યારે એમાં મમત્વ કરવાનું કાર્ય સજ્જન પુરુષો કરતા નથી. એમાં મારો શું અધિકાર ? શરીર ઉપર પણ મારો અધિકાર નથી અને બીજા સંયોગ પ્રારબ્ધને લઈને છે એ કોઈ સંયોગો ઉપર મારો અધિકાર નથી. એમ જ કરે છે. મમત્વ કરતા નથી. ઉલટાનું મમત્વ હોયતે છોડે છે, મમત્વનો ત્યાગ કરે છે.
દુષમકાળ છે એમાં સંશય નથી. વર્તમાન પરિસ્થિતિ છેતે ઘણી વિપરીત પરિસ્થિતિ છે. એમાં કાંઈ શંકા પડે એવું નથી. ‘તથારૂપ પરમજ્ઞાની આપ્તપુરુષનો પ્રાય વિરહ છે. અને જે પરમજ્ઞાની આપ્તપુરુષ કે પરમાર્થ માટે જેના ઉપર વિશ્વાસ મૂકી શકાય, જેની વાત ઉપર વિશ્વાસ મૂકી શકાય એવા પરમાર્થનો રસ્તો દેખાડનારા જે જ્ઞાની છે એનો લગભગ વિરહ છે. પ્રાય વિરહ છે એટલે ? લગભગ વિરહ છે. ક્યારેક કયારેક કોઈ કોઈ થાય છે પણ એ અબજોમાં કોઈક થાય છે. લાખો-કરોડોમાં નહિ પણ અબજોમાં કોક કોક થાય છે.
‘વિરલા જીવો સમ્યક્દૃષ્ટિપણું પામે એવી કાળસ્થિતિ થઈ ગઈ છે;” કોઈ વિરલ જીવ સમ્યગ્દષ્ટિ થાય એવી અત્યારની કાળસ્થિતિ થઈ ગઈ છે. એટલે કેટલો મોટો દુષ્કાળ ઊભો થયો છે એમ કહે છે. અબજો જીવમાં કો'ક એકાદને સમ્યગ્દર્શન થાય. અબજની તો સંખ્યા છે. એમાં પાછા અનાર્યવૃત્તિવાળા જીવોની બાહુલ્યતા છે. છે તો આર્યક્ષેત્ર પણ અનાર્યવૃત્તિ થઈ ગઈ છે. ખાણી, પીણી, રહેણી, કરણીમાં અનાર્યવૃત્તિ થઈ ગઈ છે. હિન્દુસ્તાન આર્ય કહેવાતો હતો પણ હવે એમાં પણ અનાર્યવૃત્તિ થઈ ગઈ છે. ખાણી-પીણીમાં કોઈ વિવેક રહ્યા નથી. દિવસે દિવસે માંસાહાર વધતો જાય છે. ઇંડાનો તો બહુપ્રચાર છે.
વિરલા જીવો સમ્યફદૃષ્ટિપણું પામે એવી કાળસ્થિતિ થઈ ગઈ છે, જ્યાં સહજસિદ્ધ આત્મચારિત્રદશા વર્તે છે એવું કેવળજ્ઞાન પામવું કઠણ છે, એમાં સંશય નથી.” અને કેવળજ્ઞાન પામવું તો અત્યારે કઠણ હોય એમાં કાંઈ શંકા પડે એવું નથી. કેમકે એવા પરમજ્ઞાની પુરુષો નથી. સમ્યગ્દષ્ટિ પણ કોઈ જીવ થાય છે. કેવળજ્ઞાન તો ક્યાંથી થાય ? એ તો ઘણું કઠણ છે. અશક્ય નથી, લખ્યું છે. એમને પોતાને તૈયારી કરવી છે ને ! અશક્ય નથી લખ્યું છે, કઠણ છે એટલું લખ્યું. પોતે પુરુષાર્થમાં ઘણા હતા. આપણે તો લઈને જાવું છે, આપણે પૂરું કરી નાખવું. શું કરવા ન થાય? એટલે પછી કહે